બનાના બટરસ્કોચ આઇસક્રીમ ની રેસીપી બનાવવા માટે જરૂરી સામગ્રી
- ૨ ૧/૨ કપ દૂધ
- ૩/૪ કપ સાકર
- ૨ ટેબલસ્પૂન કોર્નફ્લોર
- ૧/૨ કપ તાજું ક્રીમ
- ૧/૨ કપ મસળેલા કેળા
- ૧/૨ રેસીપી બટરસ્કોચ સૉસ
- થોડા ટીપા બટરસ્કોચ ઍસેન્સ
- ૧/૪ કપ સાકર
- ૧/૪ કપ સમારેલા કાજુ
- ૧ ટીસ્પૂન માખણ
- તેલ , ચોપડવા માટે
એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં મધ્યમ તાપ પર સાકરને ૫ થી ૭ મિનિટ સુધી અથવા સાકર પીગળવા માંડે ત્યાં સુધી સતત હલાવતા રહી ગરમ કરી લો.તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં કાજુ અને માખણ મેળવી સારી રીતે મિક્સ કરી લો.આ મિશ્રણને તેલ ચોપડેલી સપાટ જગ્યા પર પાથરી ઠંડું અને સખત થવા મૂકો.હવે તે જ્યારે સખત થઇ જાય, ત્યારે તેને ચપ્પુ વડે હળવેથી કાઢીને ખાંડણી-દસ્તા વડે તેનો અર્ધકચરો પાવડર બનાવીને હવાબંધ બરણીમાં ભરી રાખો.
બનાના બટરસ્કોચ આઇસક્રીમ ની રેસીપી બનાવવા માટે, એક બાઉલમાં ૧/૨ કપ દૂધ અને કોર્નફ્લોર સારી રીતે મિક્સ કરીને બાજુ પર રાખો.હવે બીજા એક નૉન-સ્ટીક પૅનમાં બાકી રહેલું ૨ કપ દૂધ અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો.તે પછી તેમાં કોર્નફ્લોર-દૂધનું મિશ્રણ ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.હવે આ મિશ્રણને ઠંડું થવા દો. જ્યારે તે સંપૂર્ણ ઠંડું થઇ જાય ત્યારે તેમાં તાજું ક્રીમ, કેળા, બટરસ્કોચ સૉસ અને બટરસ્કોચ ઍસેન્સ મેળવી સારી રીતે મિક્સ કરી લો.હવે આ મિશ્રણને એક છીછરા એલ્યુમિનિયમના પાત્રમાં રેડી તેને એલ્યુમિનિયમ ફોઇલ વડે બંધ કરી ફ્રીજરમાં ૬ કલાક અથવા આઇસક્રીમ અડધી જામી જાય ત્યાં સુધી રાખો.તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું થાય ત્યાં સુધી પીસી લો.હવે આ મિશ્રણને ફરીથી તે જ છીછરા એલ્યુમિનિયમના પાત્રમાં રેડી તેમાં તૈયાર કરેલું પ્રાલીન ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. તે પછી તેને એલ્યુમિનિયમ ફોઇલ વડે બંધ કરી ફ્રીજરમાં લગભગ ૧૦ કલાક સુધી અથવા આઇસક્રીમ બરોબર જામી જાય ત્યાં સુધી રાખો.તે પછી તેને સ્કુપ વડે તરત જ પીરસો.
જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો સાથે શેર કરજો અને બીજી અવનવી રેસીપી મેળવવા માટે કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો
- બિસ્કીટ ખજુર પાક બનાવવાની સરળ રીત અને ફાયદા | khajur pak recipe in gujarati
- lilo chevdo : વડોદરાનો સ્પેશીયલ લીલો ચેવડો બનાવવાની રીત | વડોદરાનો ફેમસ લીલો ચેવડો | vadodara famous lilo chevdo
- રગડા પાવ બનાવવા ની રીત | ragada pav recipe | bred katka
- ચણા મેથી કાચી કેરીનું અથાણું બનાવવાની રીત
- છાસમાં વઘારેલી રોટલી બનાવવાની રીત | છાસ વારી રોટલી | ગુલાબચટ્ટો રેસીપી | vaghareli rotli | વધેલ રોટલીની રેસીપી | રોટલીની રેસીપી
- ચટપટા પોટેટો બોલ બનાવવાની રેસિપી વાંચવા ફોટા પર ક્લિક કરો
- બટાકાનો ફરાળી ચેવડો બનાવવાની રીત
- કાજુ કતરી ઘરે બનાવવા માટેની રીત વાંચો અને મિત્રો સાથે શેર કરો
- જમ્યા પછી તુરંત બ્લડ શુગર વધી જાય છે? નિયમિતપણે બદામનું સેવન કરો | dayabitis mate na upay
- બનાના બટરસ્કોચ આઇસક્રીમ બનાવવા માટેની રેસીપી વાંચવા ફોટા પર ક્લિક કરો
- 2-3 મહિના સુધી સ્ટોર કરી શકાય તેવો કાઠિયાવાડી મમરાનો ચેવડો બનાવવાની રીત
- મગ દાળની ક્રિસ્પી કચોરી બનાવવાની રેસિપી વાંચવા ફોટા પર ક્લિક કરો
- લીંબુ નું ખાટુ મીઠું અથાણું ઘરે બનાવવા માટેની રેસીપી | લીંબુનું અથાણું | lemon pickle
- મકાઈના લોટનું ખીચું | corn khichu | શિયાળાનું સરસ નાસ્તો મકાઈનું ખીચું | makai khichu
- મસાલેદાર સુરતી ઊંધિયું બનાવવાની રીત | undhiyu | undhiyu recipe in gujarati
- વટાણા અને બ્રેડના ટિક્કા બનાવવા માટેની રેસીપી
- મેથીની ભાજીનું શાક આ રીતથી બનાવો આંગળા ચાટતા રહી જશો | methini bhaji | gujarati recipe
- વલસાડનું ફેમસ ઉંબાડિયું | valsad ubaliyu | gujarati recipe | famous recipe | Ubadiyu recipe in Gujarati
- ફુદીનાનાં પરોઠા બનાવવાં માટેની રેસિપી
- મગ ની દાળની કુરકુરી ફરસી પુરી બનાવવાની રીત
- એકદમ પરફેક્ટ માપ સાથે ચીકી બનાવવાની રીત
- દાંતમાં ચોંટે નહિ તેવા ગુંદરના લાડુ બનાવવાની રીત । ગુંદ પાક બનાવવાની રીત । gund pak | gundar pak
- ચટાકેદાર ભેળપૂરી બનાવવા માટેની રીત | bhelpuri | recipe in gujarati
- પોટલી સમોસા બનાવવા માટેની રેસિપી | potli samosa | Gujarati samosa
- મારવાડી કચોરી | રાજસ્થાની કચોરી | દાળની કચોરી | marwadi kachori | rajsthani kachori
Thank you for reading this post, don't forget to subscribe!