મગફળીની ચીકી બનાવવા માટેની રીત । મગફળીની ચીકી । રાજકોટની ફેમસ ચીકી । પ્રખ્યાત ચીકી |
ચીકી બનાવવા માટે જરૂરી સામગ્રી :

250 ગ્રામ સીંગ દાણા

250 ગ્રામ કોલ્હાપુરી ગોળ)

3 ચમચી ઘી

અડધી ચમચી એલચી પાવડર

ચીકી બનાવવાની રીત નોંધી લો :

એક પેનમાં મગફળીના દાણા નાખીને 2-૩ મિનિટ ધીમા ગેસ પર દાણાને શેકી લો. (સિંગના દાણાને શેકવા જરૂરી છે).
સીંગ શેકાઈ જાય એટલે તેને કોટનના કપડાં પર પાથરી, કપડાંને ઉપરથી મશરીને સિંગના ફોતરાં કાઢી લો.

અહીંયા ચિક્કી માટે સીંગદાણા તૈયાર થઈ ગયા છે. હવે ભારે વસ્તુની મદદથી સીંગ દાણાના ટુકડા કરી લો.

હવે એક પેનમાં ૩ ચમચી ઘી એડ કરો. ઘી ઓગળી જાય એટલે ગોળ ઉમેરો. જ્યાં સુધી ગોળ એકદમ ઓગળી ન જાય ત્યાં સુધી ધીમા ગેસ પર ગોળને હલાવતા રહો.

ગોળની ચાસણીને ધીમા ગેસ પર ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી ગોળની ચાસણી ચળકતી અને ઘટ્ટ ન થાય. (ગોળનો કલર બદલાય ત્યાં સુધી).

ગોળની ચાસણી ચેક કરવાની રીત

ગોળની ચાસણી બરાબર થઈ છે કે નહિ તે ચેક કરવા માટે પાણીના બાઉલમાં થોડી ચાસણી નાખો. હવે પાણીમાંથી ચાસણી બહાર કાઢીને ચેક કરો. જો ચાસણી કાચની જેમ તૂટી જાય, તો તમારી ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે, પરંતુ જો ચાસણી તૂટે નહીં અને ખેંચાય તો સમજવું કે ચાસણી બરાબર બની નથી.

ચાસણી બની ગયા પછી એક મિનિટ માટે તેને પકાવો જેથી તે બરાબર ઘટ્ટ થઈ અને તેનો કલર બદલાઈ જાય. હવે તેમાં સ્વાદ માટે અડઘી ચમચી એલચી પાવડર અને સીંગ દાણા ઉમેરી સારી રીતે મિશ્રણ મિક્સ કરી દો.

પછી તરત જ મિશ્રણને પ્લાસ્ટિકના કાગળ અથવા બટર પેપર અથવા સ્ટીલની થાળીને ઘીથી ગ્રીસ કરી મિશ્રણ તેમાં પાથરો. હવે એક વાટકી લઈ તેનો નીચેનો ભાગ ઘીથી ગ્રીસ કરો. મિશ્રણ ને વાટકીના નીચેના ભાગથી ફેલાવી દો. હવે વેલણની મદદથી ચીકીને વણી લો.

છે. (8) જાપો મારી કે સાપણી લો તો એક એવા મોટો.મુવા મિશ્રણ ગરમ હોય ત્યારે જ ચપ્પાની મદદથી તેના કાપા કરી હવે એક કલાક માટે તેને ઠંડુ થવા દો. તો અહીંયા તમારી એકદમ બજાર જેવી જ ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે.

નોંધ લેવી :

મગફળીના દાણા અને ગોળનું પ્રમાણ સમાન હોવું જોઈએ. મધ્યમ ગેસ પર સિંગને શેકી લેવી. ઘી નાખવાથી ચીકી એકદમ ચમકદાર બને છે. ગોળનો રંગ બદલાય ત્યાં સુધી તેને હલાવતા રહેવું. ચાસણી બરાબર બની છે કે નહીં તે જરૂર ચેક કરવું.

જ્યારે ચીકીનું મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે તેને ચપ્પાની મદદથી કાપા કરો.

જો તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *