રગડા ના વટાણા બાફવા માટે

  • મીઠું સ્વાાનુસાર
  • ૨ બટેટા
  • ૧/૪ ચમચી હળદર પાઉડર

રગડા ના વઘાર માટે

  • ૨ ચમચા તેલ
  • ૧/૪ ચમચી હિંગ
  • ૧ ચમચો આદુ મરચા લસણ ની પેસ્ટ
  • ૩ ચમચા આંબલી નો રસ
  • ૧ ચમચી ધાણાજીરું પાવડર
  • ૧/૨ ચમચી હળદર પાઉડર
  • ૧ ચમચી લાલ મરચું પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૪ ચમચી ગરમ મસાલો

રગડો સર્વ કરવા માટે

  • ૨ નંગ પાવ/બ્રેડ
  • ખજૂર આમલીની ચટણી
  • લસણ ની ચટણી
  • ૧ ડુંગળી સુધારેલી
  • ૧ ટામેટું સુધારેલ
  • ૩-૪ ચમચા ઝીણી સેવ
  • ૨ ચમચા મસાલા સિંગ
  • ૧ ચમચી લીલા ધાણા સમારેલા

રગડા પાવ બનાવવાની રેસિપી વાંચો

સૌ પ્રથમ વટાણા ને ધોઈ ૮-૧૦ કલાક પહેલા પલાળી દો. વટાણા પલળી જાય એટલે તેને એક કુકર માં વટાણા, સ્વાદ મુજબ મીઠું, હળદર, બટેટાં નાખી ૪ ગણું પાણી નાખી બાફવા મૂકો. બફાઈ જાય એટલે બટેટા ને એક અલગ બાઉલમાં કાઢી લો. હવે વઘાર માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો અને પછી તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી સાંતળો. પછી તેમાં આંબલી નો રસ નાખી બરાબર મિક્સ કરો. હવે તેમાં બાફેલા વટાણા નાખી સાંતળો.

હવે તેમાં હળદર પાઉડર, ધાણાજીરું પાવડર, લાલ મરચું પાઉડર અને મીઠું અને બાફેલા બટેટા ને છૂંદી ને નાખો અને હલાવી લો. હવે જો રગડા માં પાણી ઓછું લાગે તો વધારે પાણી ઉમેરીને અને ગરમ મસાલો નાખી ને બરાબર હલાવો. રગડો તૈયાર છે, રગડો સર્વ કરવા માટે એકપ્લેટ માં સૌ પ્રથમ પાવ ઓ/ બ્રેડ ના ટુકડા કરીને લો.

.હવે તેના ઉપર જરૂર મુજબ રગડો રેડો. તેના પર ખજૂર આમલીની ચટણી અને લસણ ની ચટણી, ડૂંગળી, ટામેટું, સેવ, મસાલા સિંગ, અને ધાણા નાખી સર્વ કરો.તમે ચટણી ની માત્રા તમારા સ્વાદ મુજબ લઈ સકો છો. તો તૈયાર છે ટેસ્ટી રગડા પાવ

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *