ફુદીનાનાં પરોઠા બનાવવાં માટેની રેસિપી

ફુદીનાનાં પરોઠા શિયાળા ની ઠંડીમાં ખાવાની ખૂબ મજા આવે છે આ રેસિપી એક અલગ પ્રકારની રેસિપી પણ થઈ જશે જો તમને રેસિપી સારી લાગે તો મિત્રો સાથે જરૂર શેર કરજો અને બીજી કોઈ વાનગીની રેસીપી મેળવવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો

ફુદીનાનાં પરોઠા બનાવવાં જરૂરી સામગ્રી :

  • ૨ કપ લોટ,
  • ૨૫૦ ગ્રામ ફુદીનો,
  • ૧ ચમચો આદું લસણની પેસ્ટ,
  • ૨ ચમચી તેલ,
  • ૧ ડુંગળીની પેસ્ટ,
  • અડધી ચમચી લીલાં મરચાંની પેસ્ટ,
  • પ્રમાણસર મીઠું.

ફુદીનાનાં પરાઠા બનાવવા માટેની રીત : ફુદીનાનાં પાન સમારીને લોટમાં મિક્સ કરી દો. પછી તેમાં મીઠું, ડુંગળી, આદું-લસણ તથા લીલાં મરચાંની પેસ્ટ મિક્સ કરી લોટ બાંધી લો. તેને થોડીવાર ઢાંકીને રાખી મૂકો. પછી તેના લૂઆ વાળી ગોળ અથવા ત્રિકોણ વણો. પાણીવાળા હાથ કરી પરોઠાં તંદૂરમાં નાખીને શેકો. પરોઠાં શેકાઇ જાય એટલે તંદૂરમાંથી બહાર કાઢી ઉપર દેશી ઘી લગાવો. ફુદીનાનાં પાનથી સજાવી સર્વ કરો. આ પરાઠા ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે એકવાર ઘરે જરુર બનાવજો અને કમેન્ટ જરૂર કરજો

પોસ્ટ વાંચીને શેર કરજો

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment