વટાણાબ્રેડના ટિક્કા બનાવવા જરૂરી સામગ્રી :
- ૧ વાટકી બાફેલા લીલા વટાણા,
- ૬ સ્લાઈસ બ્રેડ,
- ૨ ચમચી આખું જીરૂં,
- મીઠું-મરચું સ્વાદ મુજબ,
- તળવા માટે ઘી અથવા તેલ.
વટાણા બ્રેડના ટિક્કા બનાવવાની રીત : બ્રેડ-સ્લાઈસની કિનારી ચારે બાજુથી કાપી નાખો. વટાણા બાફી નાખો. હવે અડધી વાટકી પાણીમાં થોડું મીઠું મેળવી તેમાં સ્લાઈસ ડુબાડો અને પછી બહાર કાઢીને પાણી નીચોવી નાખો. એમાં વટાણા, મરચું અને જીરું નાખી એકરસ કરી લોટની જેમ બાંધો.
તૈયાર થયેલા માવામાંથી મોટા મોટા લુઆ બનાવી બંને બાજુ પોલીથિન પ્લાસ્ટિક મૂકી પાપડની જેમ વણી નાખો. પછી કોઈ ગોળ ઢાંકણ, ગ્લાસ કે વાટકીથી તમને ગમતા આકારમાં કાપી લો અને ગરમ તેલમાં સોનેરી રંગે તળી લો.
ગરમાગરમ ટિક્કા ચટણી સાથે નાસ્તામાં પીરસો.
આ ગરમાગરમ ટીક્કી ખાવાની ખુબ મજા આવે છે બાળકોને નાસ્તામાં પણ બનાવીને આપી શકો છો
Thank you for reading this post, don't forget to subscribe!