મેથીની ભાજીનું શાક બનાવો આંગળા ચાટતા રહી જશો | methini bhaji | gujarati recipe

ભાજી બનાવવા જરુરી સામગ્રી

  • 250 ગ્રામ મેથીની ભાજી
  • 1 મોટી વાટકી ચણાનો લોટ
  • 3-4 મોટી ચમચી તેલ
  • 1 ચમચી રાઈ અને જીરું
  • 1 ચમચી ક્રશ કરેલા આદુ મરચા લસણ
  • 1 સમારેલું ટામેટું
  • 1 ચમચી લાલ મરચું પાઉડર
  • 1 ચમચી ધાણાજીરું
  • ચમચી હળદર
  • 1 ચમચી કિચન કિંગ મસાલો
  • 1 નાની ચમચી આમચૂર પાઉડર
  • 1 નાની ચમચી ખાંડ પણ નાખી શકો છો જો ઘરમાં ભાવતી હોય તો
  • પાણી જરૂર મુજબ
  • ચપટી હિંગ

ભાજી બનાવવાની રીત : સૌપ્રથમ મેથીની ભાજીને સારી રીતે ધોઈને ઝીણી સમારી લેવી હવે એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું અને હિંગ નાખી ક્રશ કરેલા આદુ મરચા લસણ નાખી સાંતળી લેવું પછી ટામેટા નાખી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું અને ગરમ મસાલો નાખી સાંતળી લેવું પછી તેમાં મેથીની ભાજી નાખી મિક્સ કરીએ થોડીવાર હલાવી ભાજી થોડી સોફ્ટ થાય એટલે તેમાં ચણાનો લોટ નાખી એને પણ બરાબર એની કચાસ દૂર થઈ જાય ત્યાં સુધી સાતડી પછી તેમાં ગરમ પાણી નાખી મિક્સ કરી લેવું પછી તેને ઢાંકીને પાંચ મિનિટ કુક કરવું છી ગરમાગરમ શાકને સર્વિંગ પ્લેટમાં કાઢી રોટલી અથવા રોટલા સાથે સર્વ કરવું

મેથીની ભાજી ના ફાયદા | metheeni fayda | મેથીના ફાયદા । મેથી ભાજી નુ શાક । methi bhaji recipe | methini bhaji | methi recipe | methi ni bhaji | Fenugreek Leaves | benefits of methi or fenugreek leaves | મેથીની ભાજી | લીલી મેથીની ભાજી

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *