મસાલેદાર સુરતી ઊંધિયું બનાવવાની રીત | undhiyu | undhiyu recipe in gujarati

મસાલેદાર સુરતી ઊંધિયું બનાવવા માટે જરૂરી સામગ્રી :

 • દોઢ કિલો કૂણી પાપડી,
 • ૧૦૦ ગ્રામ પાપડીના દાણા,
 • ૫૦૦ ગ્રામ નાના બટાકા,
 • ૨૫૦ ગ્રામ રવૈયા,
 • ૨ નંગ શક્કરીયા,
 • ૪૦૦ ગ્રામ કંદમૂળ,
 • ૧ ટે. સ્પૂન ગરમ મસાલો,
 • ૧ નાળિયેરનું છીણ,
 • ૨ ઝૂડી કોથમીર,
 • ૫૦ ગ્રામ લીલું લસણ,
 • ૩ ટી. સ્પૂન વાટેલા આદુ-મરચા,
 • મીઠું, હળદર,
 • ૧ ટી. સ્પૂન અજમો,
 • ૨ નંગ લીંબુ,
 • ૧ વાટકી તેલ,
 • ચપટી ટી. સ્પૂન સોડા.

મસાલેદાર સુરતી ઊંધિયું બનાવવાની રીત : (૧) પાપડીને દીંટીને સાફ કરવી. (૨) બટાકાને છોલી આડો ઉભો કાપ મૂકી સહેજ મીઠું નાંખીને ઠાંકી રાખવા. (૩) શક્કરીયા તથા રતાળુને છોલીને મોટા કટકા કરવા. (૪) રવૈયાના ડીટા કાઢી કાપો મૂકવો. (૫) પાપડી તથા દાણાને ભેગા કરી તેમાં મીઠું, અજમો, સોડા તથા થોડું તેલ નાંખી બરાબર હલાવી ઢાંકીને રાખવી. (૬) કોથમીરને સમારવી, લીલું લસણ છોલીને બારીક કાપવું. (૭) કોથમીર લસણ, કોપરું, આદુ-મરચાં, ભેગાં કરી તેમાં મીઠું, હળદર, લીંબુ, ખાંડ, સોડા તથા ગરમ મસાલો નાંખવા. (૮) મશાલો બરાબર ભેળવી બટાકા તથા રીંગણમાં ભરવો. થોડો મસાલો બાજુએ રાખી બાકીના મસાલામાં શક્કરીયા તથા કંદ રગદોળવા. (૯) તપેલામાં તેલ ગરમ મૂકી તેમાં અજમો નાંખી સૌ પ્રથમ પાપડી વઘારવી. (૧૦) તેના ઉપર બટાકા પાથરવા. (૧૧) ઉપર શક્કરીયા કંદ, રીંગણ પાથરી છેક ઉપર બાકીનો મસાલો ભભરાવવો. તપેલું ઢાંકીને ઉપરના ઢાંકણમાં પાણી રેડવું. (૧૨) ધીમા તાપે ચઢવા દેવું. વચ્ચે આકવાર તપેલું ઉછાળીને સાચવીને હલાવવું. શીઝી જાય એટલે નીચે ઉતારી લેવું. જલેબી સાથે પીરસવું

આ પણ વાંચો

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment