નમસ્તે મિત્રો અત્યારે અથાણા ની સીઝન ચાલે છે તો આથાનું ઘરે જરૂર બનાવજો બીજી વખત પણ બનાવવાનું કેશે
- 1 કપ દેશી ચણા
- 1 મેથી દાણા
- 250 ગ્રામ કાચી કેરીનું છીણ
- 250 ગ્રામ તેલ
- જરૂર મુજબ હળદર મીઠાવાળું કેરી નું ખાટું પાણી
- અથાણાનો મસાલો બનાવવા માટે:
- 150 ગ્રામ રાઇ ના કુરિયા
- 100 ગ્રામ મેથીના કુરિયા
- 1 આખું લાલ મરચું
- 250 ગ્રામ કાશ્મીરી મરચું
- 125 ગ્રામ મીઠું
- 1 ચમચી હળદર પાઉડર
- 1 ચમચી હિંગ
- 1 મોટો ચમચો તેલ
દેશી ચણા અને આખી મેથી ને બેથી ત્રણ વખત ધોઈને છ થી સાત કલાક માટે પાણીમાં પલાળી રાખો. પછી ચારણી કાઢી લો. પછી તેને મીઠા હળદરવાળા કાચી કેરીના ખાટા પાણીમાં આઠથી દસ કલાક માટે તેને પલાળી રાખો.
હવે તેને ફરીવાર ચારણીમાં નીતારી લો. અને કપડામાં પહોળા કરી ને 3 થી 4 કલાક માટે ખુલ્લા રહેવા દો. (ચણા મેથી ને પંખા નીચે કે પછી તડકામાં સૂકવવા નહીં) અથાણાનો મસાલો બનાવવા માટે:
એક પહોળા વાસણમાં સૌથી બહારની બાજુ મીઠું પછી રાઈના કુરિયા તેની વચ્ચે મેથીના કુરિયા મુકવા. મેથીના કુરિયા ની વચ્ચે ખાડો કરી તેમાં હિંગ મૂકો. હવે એક વઘારીયા માં તેલ નવશેકું ગરમ કરીને તેમાં એક આખું લાલ મરચું ઉમેરી ને તેને હિંગ માં ઉમેરો અને સૌથી પહેલા મેથીના કુરિયા પછી રાઈના કુરિયા તેમાં ભેળવો. હવે તે સહેજ ઠંડું પડે એટલે તેમાં લાલ મરચુ અને હળદર ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. હવે તૈયાર કરેલા અથાણાના મસાલામાં કાચી કેરીનું છીણ તથા આથેલા ને કોરા કરેલા ચણાને મેથી ઉમેરીને બરાબર મિક્સ કરો અથાણામાં ઉમેરવાનું તેલ ગરમ કરીને ઠંડું પાડી દેવ હવે એક બરણીમાં તૈયાર કરેલ અથાણું કેરી અથાણું ડૂબે તેટલું તેલ ઉમેરી દેવું. છ – સાત દિવસમાં આ અથાણું સરસ રીતે અથાઈ જશે. પછી જરૂર હોય તો પછી બીજું તેલ ઉમેરો. આ અથાણું બાર મહિના સુધી સાચવી શકાય છે. અને તેને ઉપયોગમાં લઇ શકાય છે. તો તૈયાર છે સરસ મજાનું ચટાકેદાર એવું ચણા અને મેથીનું અથાણું સર્વ કરવા માટે.
- ચણા મેથી કાચી કેરીનું અથાણું બનાવવાની રીત
- લીંબુ નું ખાટુ મીઠું અથાણું ઘરે બનાવવા માટેની રેસીપી | લીંબુનું અથાણું | lemon pickle
- રગડા પાવ બનાવવા માટેની રેસિપી | ragada pav recipe | red katka
- ચણા મેથી કાચી કેરીનું અથાણું બનાવવાની રીત
- છાસમાં વઘારેલી રોટલી બનાવવાની રીત | છાસ વારી રોટલી | ગુલાબચટ્ટો રેસીપી | vaghareli rotli | વધેલ રોટલીની રેસીપી | રોટલીની રેસીપી
- ચટપટા પોટેટો બોલ બનાવવાની રેસિપી વાંચવા ફોટા પર ક્લિક કરો
- કાજુકતરી ઘરે બનાવવા માટેની રીત વાંચો અને મિત્રો સાથે શેર કરો
- બનાના બટરસ્કોચ આઇસક્રીમ બનાવવા માટેની રેસીપી વાંચવા ફોટા પર ક્લિક કરો
- 2-3 મહિના સુધી સ્ટોર કરી શકાય તેવો કાઠિયાવાડી મમરાનો ચેવડો બનાવવાની રીત
- મગ દાળની ક્રિસ્પી કચોરી બનાવવાની રેસિપી વાંચવા ફોટા પર ક્લિક કરો
- મકાઈના લોટનું ખીચું | corn khichu | શિયાળાનું સરસ નાસ્તો મકાઈનું ખીચું | makai khichu
- મેથીની ભાજીનું શાક આ રીતથી બનાવો આંગળા ચાટતા રહી જશો | methini bhaji | gujarati recipe
- વલસાડનું ફેમસ ઉંબાડિયું | valsad ubaliyu | gujarati recipe | famous recipe | Ubadiyu recipe in Gujarati
- ફુદીનાનાં પરોઠા બનાવવાં માટેની રેસિપી
- મગ ની દાળની કુરકુરી ફરસી પુરી બનાવવાની રીત
- એકદમ પરફેક્ટ માપ સાથે ચીકી બનાવવાની રીત
- દાંતમાં ચોંટે નહિ તેવા ગુંદરના લાડુ બનાવવાની રીત । ગુંદ પાક બનાવવાની રીત । gund pak | gundar pak
Thank you for reading this post, don't forget to subscribe!