રગડા પાવ બનાવવા ની રીત | ragada pav recipe | bred katka

હોટલ જેવા છે રગડાપાવ ઘરે બનાવવા માટેની આ રેસિપી જરૂરથી પૂરેપૂરી વાંચજો અને જો આવી જ બીજી અવનવી રેસીપી મેળવવા માંગતા હોય તો અમારા facebook પેજ સાથે જોડાઈ જજો જેથી કરીને અવનવી રેસીપીની તમને માહિતી મળી શકે અને જો તમારી મનપસંદ રેસીપી મેળવવા માંગતા હોય તો કોમેન્ટ બોક્ષમાં જરૂરથી કમેન્ટ કરી દેજો

રગડા ના વટાણા બાફવા માટે

  • મીઠું સ્વાાનુસાર
  • ૨ બટેટા
  • ૧/૪ ચમચી હળદર પાઉડર

રગડા ના વઘાર માટે

  • ૨ ચમચા તેલ
  • ૧/૪ ચમચી હિંગ
  • ૧ ચમચો આદુ મરચા લસણ ની પેસ્ટ
  • ૩ ચમચા આંબલી નો રસ
  • ૧ ચમચી ધાણાજીરું પાવડર
  • ૧/૨ ચમચી હળદર પાઉડર
  • ૧ ચમચી લાલ મરચું પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૪ ચમચી ગરમ મસાલો

રગડો સર્વ કરવા માટે

  • ૨ નંગ પાવ/બ્રેડ
  • ખજૂર આમલીની ચટણી
  • લસણ ની ચટણી
  • ૧ ડુંગળી સુધારેલી
  • ૧ ટામેટું સુધારેલ
  • ૩-૪ ચમચા ઝીણી સેવ
  • ૨ ચમચા મસાલા સિંગ
  • ૧ ચમચી લીલા ધાણા સમારેલા

રગડા પાવ બનાવવાની રેસિપી | ragada pav recipe | bred katka

રગડા પાવ બનાવવા માટે વટાણા ને ધોઈ આઠ – દસ કલાક પહેલા પલાળી દો. વટાણા પલળી જાય એટલે તેને એક કુકર માં વટાણા, સ્વાદ મુજબ મીઠું, હળદર, બટેટાં નાખી ૪ ગણું પાણી નાખી બાફવા મૂકો. બફાઈ જાય એટલે બટેટા ને એક અલગ બાઉલમાં કાઢી લો. ત્યારબાદ વઘાર માટે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકશું અને તેલ ગરમ થય એટલે તેમાં હિંગ નાખવી ત્યારબાદ આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેન્નાર થોડી વાર સાંતળો. પછી તેમાં આંબલી નો રસ નાખી બરાબર મિક્સ કરો. હવે તેમાં બાફેલા વટાણા નાખી સાંતળો.

હવે તેમાં બધા મસાલા ઉમેરસુ ધાણાજીરું પાવડર, હળદર પાઉડર, , લાલ મરચું પાઉડર અને સ્મીવાદ મુજબ મીઠું અને બાફેલા બટેટા ને છૂંદી ને નાખવા પછી બધું બરાબર મિક્સ કરી લો . હવે જો રગડા માં પાણી ઓછું લાગે તો વધારે પાણી ઉમેરીને અને ગરમ મસાલો નાખી ને બરાબર હલાવો. તો તૈયાર છે રગડો રગડો સર્વ કરવા માટે સૌ પ્રથમ એકપ્લેટ માં પાવ ના ટુકડા કરીને નાખો અને તેના ઉપર જરૂર મુજબ રગડો રેડો. હવે તેના પર જરૂર મુજબ તેના પર ખજૂર આમલીની મીઠી ચટણી અને પસંદ હોય તો લસણ ની ચટણી, ટામેટું, ડૂંગળી, ઉપરથી સેવ અને મસાલા સિંગ, અને લીલા ધાણા ભાજી નાખી પ્લેટ સર્વ કરો. તો તૈયાર છે એકદમ ચટાકેદાર અને ટેસ્ટી ragda pav

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment