ક્રિસ્પી કાજુ માટે સામગ્રી
1 કપ કાજુ ,1 ચમચી ઘી
અન્ય સામગ્રી
2 કપ ઝીણા સમારેલા ટામેટાં
2 આખા સૂકા કાશ્મીરી લાલ મરચાં,
1/4 કપ કાજુ
2 ચમચી તેલ
2 ચમચી ઘી
1 તમાલપત્ર
2 લવિંગ
2 એલચી
1 ટીસ્પૂન લસણ પેસ્ટ
1 ટીસ્પૂન આદુ પેસ્ટ
1/2 કપ છીણેલી ડુંગળી
1 1/2 ટીસ્પૂન મરચું પાવડર
1/2 ટીસ્પૂન ધનિયા પાવડર
1 ચમચી ગરમ મસાલો
1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
1 ચમચી ખાંડ
મીઠું
1 1/4 કપ બાફેલા લીલા વટાણા
2 કસૂરી મેથી
2 ચમચી ફ્રેશ ક્રીમ
2 ચમચી બારીક સમારેલ કોથમીર
બનાવવાની રીત
એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં અથવા ઊંડા તવામાં ઘી ગરમ કરો, તેમાં કાજુ ઉમેરો અને ધીમી આંચ પર 3 મિનિટ સુધી સાંતળો અને ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
ત્યારબાદ કાશ્મીરી લાલ મરચાં , ટામેટાં અને ½ કપ પાણીને એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ભેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 6 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. સંપૂર્ણપણે ઠંડુ થવા માટે બાજુ પર રાખો. આ મિશ્રણ અને કાજુને મિક્સરમાં ભેગું કરો અને સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરી બાજુ પર રાખો. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ અને ઘી ગરમ કરો, તેમાં લવિંગ, ઈલાયચી અને તમાલપત્ર ઉમેરીને મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો. લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ ઉમેરીને મધ્યમ તાપ પર 30 સેકન્ડ સુધી સાંતળી લો. ડુંગળી ઉમેરો અને મધ્યમ તાપ પર 3 થી 4 મિનિટ સુધી સાંતળો. ટામેટા-કાજુનું મિશ્રણ ઉમેરી મધ્યમ તાપ પર 4 થી 5 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. તેમાં મરચું પાવડર , ધાણા પાવડર , ગરમ મસાલો , કાશ્મીરી લાલ મરચું પાવડર , ખાંડ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી રાંધી લો. તેમાં લીલા વટાણા, તળેલા કાજુ, સૂકા મેથીના પાન, તાજી ક્રીમ અને અડધો કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. કાજુ મટર મસાલાને કોથમીરથી ગાર્નિશ કરો અને પરાઠા સાથે ગરમાગરમ સર્વ કરો.
- રગડા પાવ બનાવવા માટેની રેસિપી | ragada pav recipe | red katka
- ચણા મેથી કાચી કેરીનું અથાણું બનાવવાની રીત
- છાસમાં વઘારેલી રોટલી બનાવવાની રીત | છાસ વારી રોટલી | ગુલાબચટ્ટો રેસીપી | vaghareli rotli | વધેલ રોટલીની રેસીપી | રોટલીની રેસીપી
- ચટપટા પોટેટો બોલ બનાવવાની રેસિપી વાંચવા ફોટા પર ક્લિક કરો
- બટાકાનો ફરાળી ચેવડો બનાવવાની રીત
- કાજુકતરી ઘરે બનાવવા માટેની રીત વાંચો અને મિત્રો સાથે શેર કરો
- જમ્યા પછી તુરંત બ્લડ શુગર વધી જાય છે? નિયમિતપણે બદામનું સેવન કરો | dayabitis mate na upay
- બનાના બટરસ્કોચ આઇસક્રીમ બનાવવા માટેની રેસીપી વાંચવા ફોટા પર ક્લિક કરો
- 2-3 મહિના સુધી સ્ટોર કરી શકાય તેવો કાઠિયાવાડી મમરાનો ચેવડો બનાવવાની રીત
- મગ દાળની ક્રિસ્પી કચોરી બનાવવાની રેસિપી વાંચવા ફોટા પર ક્લિક કરો
- લીંબુ નું ખાટુ મીઠું અથાણું ઘરે બનાવવા માટેની રેસીપી | લીંબુનું અથાણું | lemon pickle
- મકાઈના લોટનું ખીચું | corn khichu | શિયાળાનું સરસ નાસ્તો મકાઈનું ખીચું | makai khichu
- મસાલેદાર સુરતી ઊંધિયું બનાવવાની રીત | undhiyu | undhiyu recipe in gujarati
- વટાણા અને બ્રેડના ટિક્કા બનાવવા માટેની રેસીપી
- મેથીની ભાજીનું શાક આ રીતથી બનાવો આંગળા ચાટતા રહી જશો | methini bhaji | gujarati recipe
Thank you for reading this post, don't forget to subscribe!