સામગ્રી

1 ચમચી તેલ, અડધી ચમચી જીરું,1/2ચમચી હિંગ, 1 મોટી ડુંગળી, 3-4 લીલા મરચાના ટુકડા, 250 ગ્રામ દહીં, 2 સુકા લાલ મરચા, 1 ટેબલસ્પૂન ધાણા પાવડર, એકચમચી હળદર, મીઠું સ્વાદાનુસાર, 1/4 ચમચી કસૂરી મેથી, 1/4 ચમચી ગરમ મસાલા પાવડર

બનાવવાની રીત

એક પેનમાં તેલ મૂકી મધ્યમ તાપ પર ગરમ કરો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું ,સુકા મરચા,હિંગ નાખીને સાંતળો. પછી તેમાં ડુંગળી નાખીને 2-3 મિનીટ સાંતળો.ત્યારબાદ તેમાં મરચું નાખીને સાંતળો. હવે તેમાં દહીં નાખીને 5-6 મિનિટ પકાવો. પછી તેમાં ધાણા પાવડર, હળદર, મીઠું નાખી હલાવો. હવે તેમાં કસૂરી મેથી અને ગરમ મસાલો ઉમેરીને બરાબર હલાવીને ગેસ બંધ કરી દો.દહીં તડકા ભાત, રોટલી કે પરાઠા સાથે ખાઓ.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *