સામગ્રી
- ૧ ૧/૨ કપ ચણાનો લોટ
- ૧ ૧/૨ ટેબલસ્પૂન રવો
- ૪ ટીસ્પૂન સાકર
- ૧ ટીસ્પૂન આદૂ – લીલા મરચાંની પેસ્ટ
- ૧ ટીસ્પૂન લીંબુનો રસ
- મીઠું , સ્વાદાનુસાર
- ૧ ટીસ્પૂન ખાવાનો સોડા
- ૩ ટીસ્પૂન તેલ
- ૧ ટીસ્પૂન રાઇ
- ૧ ટીસ્પૂન તલ
- એક ચપટીભર હીંગ
- 3 -4 લીમડાના પાન
- ૧ ટીસ્પૂન સમારેલા લીલા મરચાં
- સજાવવા માટે ૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
- પીરસવા માટે લીલી ચટણી
- રગડા પાવ બનાવવા માટેની રેસિપી | ragada pav recipe | red katka
- ચણા મેથી કાચી કેરીનું અથાણું બનાવવાની રીત
- છાસમાં વઘારેલી રોટલી બનાવવાની રીત | છાસ વારી રોટલી | ગુલાબચટ્ટો રેસીપી | vaghareli rotli | વધેલ રોટલીની રેસીપી | રોટલીની રેસીપી
- ચટપટા પોટેટો બોલ બનાવવાની રેસિપી વાંચવા ફોટા પર ક્લિક કરો
- બટાકાનો ફરાળી ચેવડો બનાવવાની રીત
બનાવવાની રીત :
એક ઊંડા બાઉલમાં લગભગ ૩/૪ કપ પાણી લઇ તેમાં ચણાનો લોટ,રવો , સાકર , આદૂ – લીલા મરચાંની પેસ્ટ , લીંબુનો રસ અને મીઠું મેળવી રવઇ વડે ખીરૂં સુંવાળું બને તે રીતે મિક્સ કરી લો . હવે જ્યારે ખીરાને બાફવા માટે મૂકવા માંડો , ત્યારે તેમાં ખાવાની સોડા ઉમેરીને હલ્કે હાથે મિક્સ કરી લો . આ ખીરાને તેલ ચોપડેલી ગોળાકાર થાળીમાં રેડી સરખા પ્રમાણમાં પાથરવા થાળીને હળવેથી ફેરવી લો . તે પછી થાળીને બાફવાના વાસણમાં મૂકી ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા ઢોકળા બરોબર બફાઇ જાય ત્યાં સુધી બાફી લીધા પછી તેને બાજુ પર રાખો . હવે એક નાના નૉન – સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો . જ્યારે દાણા તતડવા માંડે , ત્યારે તેમાં તલ , હીંગ , લીમડ ના પાન અને લીલા મરચાં ઉમેરી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો . તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં ૧/૨ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લો . હવે આ તૈયાર થયેલા વઘારને ઢોકળા પર સરખી રીતે પથરાઇ જાય તેમ રેડી લો . ઢોકળાના ટુકડા પાડી કોથમીર વડે સજાવીને લીલી ચટણી સાથે તરત જ પીરસો .
આ રેસિપી પણ વાંચો:
સોજીનાa લાડું અને કોપરાની લાડુળી બનાવવા માટેની રેસિપી ફોટા પર ક્લિક કરી વાંચોસોજીના લાડું
ગુવાર-ઢોકળીનું શાક બનાવવા માટેની રેસિપી વાંચવાં ફોટા પર ક્લિક કરો
ઉનાળામાં ઇન્સ્ટન્ટ ઘરે જ બનાવો તરબૂચ નુ જ્યુસ ફટાફટ અહી ક્લિક કરીને જાણી લો રેસિપી
હવે ઘરેજ બનાવો બહાર જેવા જ લસણીયા ગાંઠિયા, તે પણ સાવ સરળ રેસિપી સાથે
અચાનક કોઈ મહેમાન આવે તો બનાવો રવાના લાડવા નોંધી લો આસાન રેસિપી
Thank you for reading this post, don't forget to subscribe!