સામગ્રીે

૬ ટેબલસ્પૂન શેઝવાન સૉસ

૩ કપ રાંધેલા ચાઇનીઝ ચોખા

૧ ૧/૨ ટીસ્પૂન તેલ

૨ ટીસ્પૂન બારીક સમારેલું લસણ

૧ ટીસ્પૂન બારીક સમારેલું આદુ

૧/૪ કપ બારીક સમારેલા લીલા કાંદા

૧/૪ કપ બારીક સમારેલા સિમલા મરચાં

૧/૪ કપ બારીક સમારેલું ગાજર

૧/૪ કપ બારીક સમારેલી ફણસી

૨ ટેબલસ્પૂન બારીક સમારેલી સેલરી

૧ ટીસ્પૂન સોયા સૉસ

૧ ટીસ્પૂન વિનેગર

મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે

૨ ટેબલસ્પૂન બારીક સમારેલા લીલા કાંદાના પાન

સેઝવાન ફ્રાઇડ રાઇસ બનાવવાની રીત

સેઝવાન ફ્રાઇડ રાઇસ બનાવવા માટે , એક ઊંડા નોન – સ્ટીક પેનમાં અથવા વોકમાં તેલ ગરમ કરો , લસણ અને આદુ ઉમેરો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે સાંતળી લો .

લીલા કાંદા , સિમલા મરચાં , ગાજર અને ફણસી ઉમેરો અને ઊંચા તાપ પર ૨ થી ૩ મિનિટ માટે સાંતળી લો .

સેલરી , શેઝવાન સૉસ , સોયા સૉસ , વિનેગર અને ૨ ટેબલસ્પૂન પાણી ઉમેરો , સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર થોડા – થોડા સમયે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ સુધી રાંધો .

ચાઇનીઝ ચોખા અને મીઠું ઉમેરો , સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર થોડા – થોડા સમયે હલાવતા રહી ૨ મિનિટ માટે રાંધો . સેઝવાન ફ્રાઇડ રાઇસને લીલા કાંદાના પાન થી સજાવીને તરત જ પીરસો .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *