જ્યારે વાળના છેડેથી બે ભાગ થાય છે, ત્યારે તેને દ્વિમુખી વાળ કહેવામાં આવે છે. જ્યારે વાળ બે મોઢાવાળા થાય ત્યારે વાળ નીચેથી નિસ્તેજ અને બરછટ થઇ જાય છે . મોટાભાગની સ્ત્રીઓને આ સમસ્યા હોય છે. અને જ્યારે વાળ બે મોઢાવાળા થાય છે, ત્યારે વાળ વધવાનું પણ બંધ કરે છે. જોકે તેનાથી છૂટકારો મેળવવાના ઘણા રસ્તાઓ છે, પણ આ બે મોઢાળા વાળ કેમ થાય છે તે વિષે જાણી લઈએ.

બે મોઢાવાળા વાળ થવાનાં કારણ

ગરમી

બે મોઢાવાળા વાળને ઘણા કારણે થાય છે, જેમાંથી એક ગરમી છે, વાળ ગરમ કરવાના ઉપકરણો જેમ કે હેર કલર,હેર સ્ટ્રેટનર અને હેર ડ્રાયેર જે વાળને નુકસાન પહોંચાડે છે. તેમાંથી નીકળતી ગરમી વાળને નિસ્તેજ બનાવે છે. આ જ કારણે વાળમાં ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ ઓછો કરવો .

કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ

વાળમાં રાસાયણિક પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી વાળ પર માઠી અસર પડે છે. આનાથી વાળ વધુ બરછટ થાય છે અને બે મોઢાવાળા બની જાય છે. આને લીધે, જ્યારે પણ તમે તમારા વાળમાં કોઈ કેમિકલ ઉત્પાદનનો ઉપયોગ કરો છો, ત્યારે એ તપાસવું જરૂરી છે કે તે ઉત્પાદનમાં કેમિકલનો ઉપયોગ થયો છે કે નહીં.

વાળ વધુ વખત ધોવા

વધારે વાર વાળ ધોવાથી પણ આ સમસ્યા થાય છે. વાળ વધુ વખત ધોવાથી વાળ શુષ્ક થઇ જાય છે અને તેનું મોઇશ્ચરાઇઝર નીકળી જાય છે. આને કારણે, અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર વાળ ધોવા જોઈએ. તેનાથી બે મોઢાવાળા વાળ થવાની સમસ્યા થશે નહિ.

વાળમાં તેલ ન લગાવવું

વાળમાં તેલલગાવવું ખૂબ જ મહત્વનું છે. તે વાળને પોષણ આપે છે. અને વાળ ચમક જળવાઈ રહે છે,જો વાળમાં તેલ ન લગાવવામાં આવે તો વાળ સુકાઈ જાય છે અને તેના કારણે વાળ બે મોઢાવાળા થઈ જાય છે.

અવનવા શેમ્પુ નો ઉપયોગ

દર વખતે અલગ શેમ્પૂનો ઉપયોગ કરવાથી વાળ પર પણ ખરાબ અસર પડે છે. દરેક વખતે શેમ્પૂ બદલાતા , વાળ તૂટવ લાગે છે અને બે મોઢાવાળા બને છે.

ખરાબ રબરબેન્ડનો ઉપયોગ

પાતળા અને નબળી કંડીશનના રબર બેન્ડનો ઉપયોગ વાળને પણ અસર કરે છે. જ્યારે તમે વાળમાંથી રબરબેન્ડ કાઢો છો, ત્યારે ઘણા બધા વાળ રબરબેન્ડમાં અટવાઇ જાય છે અને તૂટી જાય છે. આખરે વાળ વધતા નથી અને તેના કારણે વાળ બે મોઢાવાળા થઈ જાય છે.

બે મોઢાવાળા વાળથી બચવા લગાવો હેર માસ્ક

જો વાળમાં બરાબર વાળ મોઇશ્ચરાઇઝર જળવાઈ રહે તો બે મોઢાવાળા વાળની ​​સમસ્યા સર્જાતી નથી વાળને મોઇશ્ચર પૂરું પડવાનું કામ તમે હેર માસ્ક થી કરી શકો છો. તમે ઘરે વાળનો માસ્ક બનાવી શકો છો અને તેને ઘરે તમારા વાળમાં લગાવી શકો છો.

હેર માસ્ક બનાવવા ઘણી ઘરગથ્થું સામગ્રીનો ઉપયોગ કરી શકો છો . વાળ માટે શ્રેષ્ઠ હેર માસ્ક કેળા અને ઈંડાના મીશ્રણવાળો હેર માસ્ક.

ઇંડા નો માસ્ક

આ બનાવવા માટે, પહેલા તમારા વાળની ​​લંબાઈ અનુસાર ઈંડા લો . ઇંડાને બાઉલમાં નાંખો અને તેને એક ચમચી મધ અને લગભગ ત્રણ ચમચી ઓલિવ તેલ સાથે ભળી દો. આ પેસ્ટને વાળ ઉપર લગાવો અને તેને ચાલીસ મિનિટ માટે રાખો અને પાણીથી ધોઈ લો . તમારા વાળ સ્મુધ અને રેશમી બની જશે.

કેળાના માસ્ક

આ બનાવવા માટે,કેળાને વ્યવસ્થિત રીતે છૂંદીને તેમાં બે ચમચી મધ અને ત્રણ ચમચી ઓલીવ ઓઈલ અથવા નાળિયેર તેલ નાખીને વાળમાં લગાવો. થોડીવાર પછી વાળને પાણીથી ધોઈ લો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *