વર્ષો થી ભારતમાં મહેંદીનો ઉપયોગ લગ્ન, તહેવાર કે અન્ય શુભ પ્રસંગોએ કરવામાં આવે છે. મહેંદી માત્ર હાથમાં લગાવવા પૂરતી જ નથી. વાળમાં મહેંદી લગાવવાથી શું ફાયદા થાય છે તે તો તમે જાણતા જ હશો. તમને ખબર છે કે મહેંદીનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં પણ કરવામાં આવે છે. મહેંદીનો છોડ માથાના દુઃખાવાથી લઈ સ્કીનની સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક છે.

 ચામડીનો રોગ – ચામડીના રોગને ખતમ કરવા માટે મહેંદીની છાલ ખૂબ કામ આવે છે. આ માટે તમારે આ છાલનો ઉકાળો બનાવીને તેનુ સેવન કરવુ પડશે. તેનુ સેવન લગભગ તમારે સવા મહિના સુધી કરવાનુ છે. પણ આ વાતનુ ધ્યાન રાખો કે ત્યારે તમારે ત્વચા પર સાબુનો ઉપયોગ નથી કરવાનો .

પથરી – અડધો લીટર પાણીમાં ૫૦ ગ્રામ મહેંદીના પાનને વાટીને મિક્સ કરી લો અને પછી તેને ઉકાળી લો. ઉકાળ્યા પછી જ્યારે ૧૦૦ ગ્રામ પાણી વધે ત્યારે તેને ગાળી લો અને તેનુ સેવન કરો. આ ઉકાળો પથરીના દુખાવાથી રાહત આપે છે.

દાઝ્યા પર – આગથી જો કોઈ અંગ દાઝી જાય તો મહેંદીના પાનનો લેપ તૈયાર કરો અને તેને દાઝેલી ત્વચા પર લગાવો. તેનાથી બળતરા તરત શાંત થઈ જાય છે અને ઘા પણ ઝડપથી રૂઝાઈ છે.

મોઢાના ચાંદા – મોઢાના ચાંદાને દૂર કરવા માટે મહેંદી સૌથી સારો ઉપાય છે. તેના પાનને ચાવવાથી મોઢાના ચાંદા ઠીક થાઈ છે.

કમળો – આ માટે રાત્રે ૨૦૦ ગ્રામ પાણીમાં ૧૦૦ ગ્રામ મહેંદીના પાનને વાટીને પલાળી દો . સવારમાં તેને ગાળીને પીવો. આ ઉપાયને લગભગ એક અઠવાડિયા સુધી દરરોજ કરો. આ ઉપાય કમળાને દૂર કરવામાં ફાયદાકારક છે.

એન્ટી ફંગલ તત્વો-મહેંદીમાં એન્ટી ફંગલ તત્વો રહેલા છે. મહેંદી શરીરમાં કોઈપણ પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે. દાદરની સમસ્યા હોય તો મહેંદીને પીસીને લગાવો થોડા જ દિવસમાં દાદર મટી જશે.

.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *