પહેલા જ્યારે કોઇ પણ પ્રકારના બ્યૂટી પ્રોડક્ટ્સ કે મેકઅપ ન હતા ત્યારે મોટા ભાગના લોકો પોતાની ત્વચા અને વાળ ની સમસ્યાઓને દૂર કરવા માટે વિવિધ પ્રકારના તેલનો જ ઉપયોગ કરતા હતા. આ બધા જ તેલનો એક મુખ્ય ફાયદો એ હતો કે તે આજના સમયના બ્યુટી પ્રોડક્ટ્સ ની જેમ કોઈપણ પ્રકારના સાઈડ ઇફેક્ટ ન હતા. સાથે જ તે શરીરને પોષણ પણ આપતા હતા આયુર્વેદ શાસ્ત્ર ની અંદર સરસવનાં તેલને પણ સ્વાસ્થ્યવર્ધક અને સૌંદર્યવર્ધક તેલ માનવામાં આવે છે. માથાથી લઈ પગ સુધી સરસવનું તેલ લગાવવાના કારણે તમારા શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે.

કાનમાં સરસવ નું તેલ

જે લોકોને કાનમાં વારંવાર દુખાવો થતો હોય તે વ્યક્તિ માટે સરસવનું તેલ ખૂબ જ ફાયદાકારક થાય છે. દુખાવો થતાની સાથે જ જો કાનની અંદર સરસવનું તેલ ના ટીપા નાખી દેવામાં આવે તો તેના કારણે કાનમાં થતા દુખાવામાં તરત જ રાહત મળે છે.

માથામાં સરસવનું તેલ

સરસવના તેલમાં ઘણા પ્રકારના વિટામિન્, મિનરલ્સ અને બીટા કેરોટીન હોય છે. આ ઉપરાંત એની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન અને ફેટી એસિડ જેવા પોષક તત્વો પણ હોય છે. આથી જ આ તેલને વાળ માટે સૌથી શ્રેષ્ઠ તેલ માનવામાં આવે છે. વાળની વિવિધ પ્રકારની સમસ્યાઓ જેવી કે રફ વાળ ડેન્ડ્રફ વાળ ખરવા તથા અન્ય પ્રકારની દરેક સમસ્યાઓને દૂર કરવા માટે સરસવનું તેલ સૌથી ઉત્તમ સાબિત થાય છે. આ તેલને માથામાં લગાવવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા બને છે. સાથે સાથે એકદમ મુલાયમ અને સિલ્કી બની જાય છે.

દાંતમાં સરસવનું તેલ

સરસવનું તેલ દાંત ના દુખાવા અને પાયોરિયામાં પણ ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. દાત મા દુખાવો થતાની સાથે જ દુખાવા વાળી જગ્યાએ સરસવનું તેલ લગાવવાથી દુખાવામાં તરત જ રાહત મળે છે. જો તમને પાયોરિયા ની સમસ્યા હોય તો સરસવના તેલની અંદર સિંધવ નિમક મેળવી દરરોજ તેનાથી માલિશ કરવાથી થોડા દિવસોમાં પાયોરિયા ની સમસ્યા દૂર થઈ જાય છે.

શરીર ઉપર સરસવનું તેલ

સરસવના તેલની અંદર ભરપૂર માત્રામાં વિટામિન ઈ હોય છે જે સૂર્યના હાનિકારક યુવી કિરણોથી તથા વાતાવરણના ઝેરી પદાર્થો થી તમારા ત્વચાની રક્ષા કરે છે. સરસવના તેલનો ઉપયોગ તમે સન સ્ક્રીન લોશન તરીકે પણ કરી શકો છો. જ્યારે પણ તમે ઘરની બહાર જાવ ત્યારે તમારી ત્વચા પર હંમેશા ને માટે સરસવનું તેલ લગાવી લો. આ ઉપરાંત આ તેલ દ્વારા સમગ્ર શરીરની માલિશ કરવામાં આવે તો તેના કારણે સમગ્ર શરીરમાં પૂરતા પ્રમાણમાં રક્ત સંચાર થાય છે. જેથી કરીને તમારી ત્વચા ચમકદાર બને છે સાથે-સાથે ત્વચાને લગતી દરેક સમસ્યાઓ દૂર થાય છે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *