ખમણી માટેની આવશ્યક સામગ્રીઓ:

 • ૧ કપ ચણાનો લોટ
 • ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ
 • ૨ ચમચી ખાંડ
 • નમક સ્વાદ અનુસાર
 • ૧/૪ કપ લીંબુના ફૂલ

તડકા માટેની સામગ્રીઓ:

 • ૧ ચમચી રાઈ
 • ૧ ચમચી જીરું
 • ૧ ચમચી તલ
 • ૧ ચમચી ખાંડ
 • ૧/૮ ચમચી લીંબુના ફૂલ
 • નમક સ્વાદ અનુસાર
 • ૩ ચમચી તેલ

સજાવટ માટેની સામગ્રીઓ:

 • ૧ ચમચી સુકા કીસમીસ
 • ૧ ચમચી ઝીણું ખમણેલું નારીયેલ
 • નાયલોન સેવ
 • થોડી કોથમીર

ચટની માટેની સામગ્રીઓ:

 • ખમણના ૪-૫ કટકા
 • ૩ ચમચી કોથમીર
 • ૩ ચમચી તાજું નારીયેલ
 • ૧ લીંબુનો રસ
 • નમક સ્વાદ અનુસાર
 • ૨ ચમચી ખાંડ
 • પાણી જરૂર અનુસાર
 • ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ
 • ૩-૪ લસણની કરી

સેવ ખમણી બનાવવાની રીત:

 • ચટની બનાવવા માટે એક મિક્ષ્ચર જારમાં ચણા દાળ ખમણના કટકા, કોથમીર, તાજું નારીયેલ, લીંબુનો રસ, નમક, ખાંડ, આદું-મરચાંની પેસ્ટ, લસણની કરી અને પાણી ઉમેરો.
 • હવે આ બધાંજ મસાલાઓને ગ્રાઈન્ડ કરી ચટનીને એક બાઉલમાં કાઢી લઇ એકબાજુ મૂકી દો. હવે ચણાના લોટને એક બાઉલમાં લઇ તેમાં નમક, ખાંડ, લીંબુના ફૂલ, અને પાણી નાંખી આ મિશ્રણને ૩૦ મિનીટ સુધી એકબાજુ મૂકી દો.
 • આ બેટર ઢોકળાના બેટર જેવું હોવું જોઈએ. ૩૦ મિનીટ બાદ તેમાં આદું-મરચાંની પેસ્ટ નાંખી ગ્રીસ કરેલી સ્ટીમરની પ્લેટમાં નાંખી ૧૦-૧૫ મિનીટ સુધી પકાઓ.
 • ૧૦-૧૫ મિનીટ બાદ આ ખમણીના મિશ્રણને બહાર લઇ ઠંડું પડવા દો. જયારે મિશ્રણ ઠંડું પડી જાય ત્યારે તેમાંથી ૪-૫ કટકા ચટણી માટે રાખી લો અને બાકીના મિશ્રણને થોડું-ઘણું ક્રશ કરી લો.
 • હવે કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં જીરું , રાઈ, તલ ઉમેરી તેને ફૂટવા દો. જયારે તે ફૂટવા લાગે ત્યારે તેમાં ૪ ચમચી પાણી, લીંબુના ફૂટ અને ખાંડ ઉમેરો. જયારે તડકા માટેનું પાણી ઉકળવા લાગે ત્યારે તરતજ તેને ખમણી પર રેડી દો.
 • હવે તેને ૨ મિનીટ સુધી પકાઓ. ૨ મિનીટ બાદ તેને સર્વિંગ પ્લેટમાં લઇ લો. હવે તેને પર પેહલા નાયલોન સેવ, ટુટુ-ફ્રૂટી, સુકી કીસમીસ, નારિયેળનું છીણ, અને કોથમીર વડે સજાવી સર્વ કરો.

આ પણ વાંચો:

RELATED ARTICLE

અડવીના પાનના પાત્રા બનાવવાની સૌથી સરળ અને પરફેક્ટ રેસિપી

પાવભાજીનો મસાલો બજાર જેવો બનાવો ઘરે, લોકો આંગળીઓ ચાટતા રહેશે

આ રીતે નાના બાળકો માટે બનાવો સ્વીટ કોર્ન સ્ટફ્ડ અપ્પે

આ સરળ રેસિપીથી ઘરે જ બનાવો સેઝવાન સોસ અને બહાર ના સોસ ને કરો બાય બાય

ટ્રેડિશનલ ફાડા લાપસી બનાવવાની પરફેક્ટ માપ સાથેની રેસિપી આ રહી જાણો ક્લીક કરીને

અડવીના પાનના પાત્રા બનાવવાની સૌથી સરળ અને પરફેક્ટ રેસિપી

ડાયાબિટીસના દર્દીઓ માટે ઘરે જ બનાવો સુગર ફ્રી ટેસ્ટી જાંબુનો આઈસ્ક્રીમ, ક્લિક કરીને જાણી લો રેસિપી

રગડો તો બહુ ખાધો હવે વડોદરા નું ફેમસ સેવ ઉસળ બનાવીને ખાવ

રાજકોટ ની ફેમસ લીલી ચટણી જેવી જ બનશે જો આ રીતે બનાવશો લીલી ચટણી

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *