1/2 કપ ઘી

1કપ ઘઉં ના ફાડા

4 કપ પાણી

1તજ નો ટુકડો

2 એલચી

3 લવિંગ

10 નંગ કાજુ ના ટુકડા

5-6 બદામ ના ટુકડા

1 કપ ખાંડ

1/2 ચમચી એલચી પાવડર

2 ચમચી ખસખસ- કાજુ – પિસ્તા – બદામ ની કતરણ ( સજાવા માટે )

બનાવવાની રીત

સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં ઘઉં ના ફાડા નાખો . ઘઉં ના ફાડા ગોલ્ડન કલ૨ ના થાય ત્યાં સુધી શેકો , ગેસ ની આંચ મધ્યમ તાપે રાખવી . ફાડા ગોલ્ડન ગોલ્ડન કલરના થાય એટલે તેમાં તજ નો ટુકડો , એલચી , લવિંગ , કાજુ ના ટુકડા , બદામ ના ટુકડા નાખી બે મિનિટ બરાબર સેકો , ઘઉં ના ફાડા સેકાય ત્યાં સુધી એક તપેલી માં 4 કપ પાણી ગરમ કરવા મૂકો . બે મિનિટ પછી ઘઉં ના ફાડા માં થોડું થોડું કરી ગરમ પાણી નાખતા જાઓ અને ફાડા ને હલાવતા જાઓ , બધું પાણી નાખી દીધા બાદ તેને ઉકાળો આવે ત્યાં સુધી ઉકળવા દો . ઉકાળો આવે એટલે ગેસ ધીમો કરી દો અને લાપસી ને ધીમા તાપે ચડવા દો . વચ્ચે વચ્ચે લાપસી ને હલાવતા રહેવું જેથી કડાઈ માં ચોંટી ન જાય . લગભગ ૨૦-૨૫ મિનિટ પછી લાપસી માં ૧ કપ ખાંડ નાખી બરાબર હલાવી લો , ખાંડ નાખ્યા પછી પ -૬ મિનિટ માં ખાંડ નું પાણી બરી જાય એટલે તેમાં એલચી પાવડર નાખી મિક્સ કરો . હવે તેને એક સર્વિંગ બાઉલ માં કાઢી લો અને તેને ખસખસ , કાજુ , બદામ , પિસ્તા ની કતરણ થી સજાવી પીરસો . તમે ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *