ખમણી માટેની આવશ્યક સામગ્રીઓ:
- ૧ કપ ચણાનો લોટ
- ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ
- ૨ ચમચી ખાંડ
- નમક સ્વાદ અનુસાર
- ૧/૪ કપ લીંબુના ફૂલ
તડકા માટેની સામગ્રીઓ:
- ૧ ચમચી રાઈ
- ૧ ચમચી જીરું
- ૧ ચમચી તલ
- ૧ ચમચી ખાંડ
- ૧/૮ ચમચી લીંબુના ફૂલ
- નમક સ્વાદ અનુસાર
- ૩ ચમચી તેલ
સજાવટ માટેની સામગ્રીઓ:
- ૧ ચમચી સુકા કીસમીસ
- ૧ ચમચી ઝીણું ખમણેલું નારીયેલ
- નાયલોન સેવ
- થોડી કોથમીર
ચટની માટેની સામગ્રીઓ:
- ખમણના ૪-૫ કટકા
- ૩ ચમચી કોથમીર
- ૩ ચમચી તાજું નારીયેલ
- ૧ લીંબુનો રસ
- નમક સ્વાદ અનુસાર
- ૨ ચમચી ખાંડ
- પાણી જરૂર અનુસાર
- ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ
- ૩-૪ લસણની કરી
સેવ ખમણી બનાવવાની રીત:
- ચટની બનાવવા માટે એક મિક્ષ્ચર જારમાં ચણા દાળ ખમણના કટકા, કોથમીર, તાજું નારીયેલ, લીંબુનો રસ, નમક, ખાંડ, આદું-મરચાંની પેસ્ટ, લસણની કરી અને પાણી ઉમેરો.
- હવે આ બધાંજ મસાલાઓને ગ્રાઈન્ડ કરી ચટનીને એક બાઉલમાં કાઢી લઇ એકબાજુ મૂકી દો. હવે ચણાના લોટને એક બાઉલમાં લઇ તેમાં નમક, ખાંડ, લીંબુના ફૂલ, અને પાણી નાંખી આ મિશ્રણને ૩૦ મિનીટ સુધી એકબાજુ મૂકી દો.
- આ બેટર ઢોકળાના બેટર જેવું હોવું જોઈએ. ૩૦ મિનીટ બાદ તેમાં આદું-મરચાંની પેસ્ટ નાંખી ગ્રીસ કરેલી સ્ટીમરની પ્લેટમાં નાંખી ૧૦-૧૫ મિનીટ સુધી પકાઓ.
- ૧૦-૧૫ મિનીટ બાદ આ ખમણીના મિશ્રણને બહાર લઇ ઠંડું પડવા દો. જયારે મિશ્રણ ઠંડું પડી જાય ત્યારે તેમાંથી ૪-૫ કટકા ચટણી માટે રાખી લો અને બાકીના મિશ્રણને થોડું-ઘણું ક્રશ કરી લો.
- હવે કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં જીરું , રાઈ, તલ ઉમેરી તેને ફૂટવા દો. જયારે તે ફૂટવા લાગે ત્યારે તેમાં ૪ ચમચી પાણી, લીંબુના ફૂટ અને ખાંડ ઉમેરો. જયારે તડકા માટેનું પાણી ઉકળવા લાગે ત્યારે તરતજ તેને ખમણી પર રેડી દો.
- હવે તેને ૨ મિનીટ સુધી પકાઓ. ૨ મિનીટ બાદ તેને સર્વિંગ પ્લેટમાં લઇ લો. હવે તેને પર પેહલા નાયલોન સેવ, ટુટુ-ફ્રૂટી, સુકી કીસમીસ, નારિયેળનું છીણ, અને કોથમીર વડે સજાવી સર્વ કરો.
આ પણ વાંચો:
RELATED ARTICLE
અડવીના પાનના પાત્રા બનાવવાની સૌથી સરળ અને પરફેક્ટ રેસિપી
પાવભાજીનો મસાલો બજાર જેવો બનાવો ઘરે, લોકો આંગળીઓ ચાટતા રહેશે
આ રીતે નાના બાળકો માટે બનાવો સ્વીટ કોર્ન સ્ટફ્ડ અપ્પે
આ સરળ રેસિપીથી ઘરે જ બનાવો સેઝવાન સોસ અને બહાર ના સોસ ને કરો બાય બાય
ટ્રેડિશનલ ફાડા લાપસી બનાવવાની પરફેક્ટ માપ સાથેની રેસિપી આ રહી જાણો ક્લીક કરીને
અડવીના પાનના પાત્રા બનાવવાની સૌથી સરળ અને પરફેક્ટ રેસિપી
ડાયાબિટીસના દર્દીઓ માટે ઘરે જ બનાવો સુગર ફ્રી ટેસ્ટી જાંબુનો આઈસ્ક્રીમ, ક્લિક કરીને જાણી લો રેસિપી
રગડો તો બહુ ખાધો હવે વડોદરા નું ફેમસ સેવ ઉસળ બનાવીને ખાવ
રાજકોટ ની ફેમસ લીલી ચટણી જેવી જ બનશે જો આ રીતે બનાવશો લીલી ચટણી
Thank you for reading this post, don't forget to subscribe!