સામગ્રી
- ૧ કપ અડદ ની દાળ
- ૧ ટેબલસ્પૂન મોટા સમારેલા લીલા મરચા
- ૭ થી ૮ મરીના દાણા
- ૮ થી ૧૦ લીમડાના પાન
- ૧ ટીસ્પૂન ખમણેલું આદુ
- મીઠું સ્વાદાનુસાર
- તેલ તળવા માટે
- મેંદુવડા સાથે પીરસવા
- સાંભર
- નાળીયેર ની ચટણી
બનાવાની રીત
- અડદની દાળને સાફ કરી, ધોઇને જરૂરી પાણીમાં લગભગ ૨ કલાક સુધી પલાળી રાખો.
- તે પછી તેને નીતારીને તેમાં લીલા મરચાં, મરી, લીમડાના પાન અને આદૂ તથા થોડું પાણી મેળવી મિક્સરમાં ફેરવી નરમ ખીરૂ તૈયાર કરો.
- પછી તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ખીરાના ૮ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- તમારા હાથ થોડા ભીના કરી લો.
- હવે ખીરાનો એક ભાગ તમારા હાથમાં લઇ લો.
- તેને ગોળ આકાર આપી વચ્ચે તમારા અંગુઠા વડે તેમાં એક કાણું પાડી લો.
- એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, હાથમાં બનાવેલું વડું, ઊંધું કરી તેલમાં નાંખો.
- વડાને બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- આ જ પ્રમાણે બાકી રહેલા ખીરાના વડા બનાવી લો.
- વડાને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી નાળિયેરની ચટણી અને સાંભર સાથે ગરમ-ગરમ પીરસો.
Thank you for reading this post, don't forget to subscribe!