સાઉથ ની સુપર હેલ્થી રેસીપી મેંદુ વડા એકદમ ક્રિસ્પી અને ફૂલેલા બનાવા માટે આ રહી રેસીપી

સામગ્રી

 • ૧ કપ અડદ ની દાળ
 • ૧ ટેબલસ્પૂન મોટા સમારેલા લીલા મરચા
 • ૭ થી ૮ મરીના  દાણા
 • ૮ થી ૧૦ લીમડાના પાન
 • ૧ ટીસ્પૂન ખમણેલું આદુ
 • મીઠું  સ્વાદાનુસાર
 • તેલ તળવા માટે
 • મેંદુવડા સાથે પીરસવા
 • સાંભર
 • નાળીયેર ની ચટણી

બનાવાની રીત

 1. અડદની દાળને સાફ કરી, ધોઇને જરૂરી પાણીમાં લગભગ ૨ કલાક સુધી પલાળી રાખો.
 2. તે પછી તેને નીતારીને તેમાં લીલા મરચાં, મરી, લીમડાના પાન અને આદૂ તથા થોડું પાણી મેળવી મિક્સરમાં ફેરવી નરમ ખીરૂ તૈયાર કરો.
 3. પછી તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ખીરાના ૮ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
 4. તમારા હાથ થોડા ભીના કરી લો.
 5. હવે ખીરાનો એક ભાગ તમારા હાથમાં લઇ લો.
 6. તેને ગોળ આકાર આપી વચ્ચે તમારા અંગુઠા વડે તેમાં એક કાણું પાડી લો.
 7. એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, હાથમાં બનાવેલું વડું, ઊંધું કરી તેલમાં નાંખો.
 8. વડાને બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
 9. આ જ પ્રમાણે બાકી રહેલા ખીરાના વડા બનાવી લો.
 10. વડાને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી નાળિયેરની ચટણી અને સાંભર સાથે ગરમ-ગરમ પીરસો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment