રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી હરા ભરા કબાબ જો તમે પણ ઘરે ટ્રાય કરવા માંગો છો તો આ રહી રેસિપી

સામગ્રી

  • ૧/૪ કપ ચણાની દાળ
  • ૨ ટીસ્પૂન બારીક સમારેલું આદુ
  • ૨ ટીસ્પૂન બારીક સમારેલુ લસણ
  • ૧ ટેબલસ્પૂન બારીક સમારેલા લીલા મરચાં
  • ૧ કપ ઝીણી સમારેલી પાલક
  • ૧/૨ કપ બાફેલા લીલા વટાણા
  • ૧/૨ કપ ખમણેલું પનીર
  • ૧ ટીસ્પૂન ચાટ મસાલો
  • ૧/૪ ટીસ્પૂન ગરમ મસાલો
  • મીઠું , સ્વાદાનુસાર
  • ૧/૪ કપ મેંદો ૪ ચમચી પાણીમાં મિક્સ કરેલું
  • ૧/૨ કપ બ્રેડ ક્રમ્બસ્ , રોલિંગ માટે
  • તેલ , તળવા માટે
  • ટમેટો કેચઅપ
  • લીલી ચટણી

હરા ભરા કબાબ બનાવવા માટે

  1. હરા ભરા કબાબ બનાવવા માટે, ચણાની દાળને સાફ કરો, ધોઈ લો અને ૧ કલાક માટે પલાળી દો.
  2. પ્રેશર કૂકરમાં ચણાની દાળ, લસણ, આદુ, લીલા મરચાં અને ૧/૨ કપ પાણી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ૨ સીટી માટે પ્રેશર કુક કરો.
  3. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
  4. ચણાની દાળ, લીલા વટાણા, પાલક ઉમેરો અને જરૂર પડે તો ૧/૨ ટેબલસ્પૂન પાણીનો ઉપયોગ કરીને મિક્સરમાં ફેરવી સુવાળું મિશ્રણ તૈયાર કરો.
  5. એક બાઉલમાં ટ્રાન્સફર કરો અને પનીર, મીઠું, ગરમ મસાલો, ચાટ મસાલો અને ૧/૩ કપ બ્રેડ ક્રમ્બ્સ ઉમેરો, બરાબર મિક્સ કરો.
  6. મિશ્રણને સમાન ભાગોમાં વહેંચો અને દરેક ભાગને ગોળાકર બનાવીને દબાવી ચપટા કબાબ તૈયાર કરી લો.
  7. દરેક હરા ભરા કબાબને તૈયાર કરેલા મેંદા- પાણીની પેસ્ટમાં ડૂબાવો અને ત્યારબાદ બ્રેડ ક્રમ્બસ્ માં રોલ કરો.
  8. એક નોન-સ્ટીક કઢાઈમાં તેલ ગરમ કરો અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી હરા ભરા કબાબને તળી લો.
  9. હરા ભરા કબાબ ને ગરમ ગરમ ટમેટો કેચપ અને લીલી ચટણી સાથે પીરસો.

આ રેસિપી પણ વાંચો:

સોજીનાa લાડું અને કોપરાની લાડુળી બનાવવા માટેની રેસિપી ફોટા પર ક્લિક કરી વાંચોસોજીના લાડું

ગુવાર-ઢોકળીનું શાક બનાવવા માટેની રેસિપી વાંચવાં ફોટા પર ક્લિક કરો

ઉનાળામાં ઇન્સ્ટન્ટ ઘરે જ બનાવો તરબૂચ નુ જ્યુસ ફટાફટ અહી ક્લિક કરીને જાણી લો રેસિપી

હવે ઘરેજ બનાવો બહાર જેવા જ લસણીયા ગાંઠિયા, તે પણ સાવ સરળ રેસિપી સાથે

Thank you for reading this post, don't forget to subscribe!

1 thought on “રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી હરા ભરા કબાબ જો તમે પણ ઘરે ટ્રાય કરવા માંગો છો તો આ રહી રેસિપી”

Leave a comment