આપણે જાણીએ છીએ કે , શેરડીના રસનું ઘણુંખરું પાણી બાળી નાખવાથી આ ‘ ગોળ ’ તૈયાર થાય છે . આ ગોળમાં શેરડીના રસમાં રહેલા બધા જ ક્ષારો અને ખનીજ દ્રવ્યો જળવાઈ રહે છે અને એટલે જ ગોળને પોતાનો વિશિષ્ટ રંગ મળે છે . ગોળમાંથી આપણે જુદી જુદી અનેક વાનગીઓ બનાવીએ છીએ . ચૂરમું , લાપસી , શીરો વગેરેમાં ગોળનો વિશેષ ઉપયોગ કરીએ છીએ .

આયુર્વેદ પ્રમાણે ગોળ પચવામાં ભારે , ચીકણો તથા મૂત્રને સાફ કરનાર છે . તે બળ , વીર્ય , મેદ અને કૃમિને વધારનાર છે . નવો ગોળ ઉધરસ , શ્વાસ – દમ , કફ , કૃમિ વધારનાર અને જઠરાગ્નિને મંદ કરનાર છે . જૂનો ગોળ મધુર , રુચિકારક , પચવામાં હલકો , સર્વદા હિતકારી , જઠરાગ્નિવર્ધક , હૃદય માટે હિતકારી , રક્તને શુદ્ધ કરનાર તથા થાકને દૂર કરનાર છે . જૂનો ગોળ ઉપયોગમાં ન લેવો જોઈએ ! માન્યતા ભૂલભરેલી છે . ગોળ જો એકથી ત્રણ વર્ષ જૂનો હોય તો તે વધારે ગુણકારી હોય છે , પરંતુ ગોળ ત્રણ વર્ષથી વધારે જૂનો થતા તેના ગુણો ઘટતા જાય છે . ગોળ એ ખાંડ કરતાં ઉત્તમ ગણાય છે . ખાંડમાં ખનિજ દ્રવ્યો નહીંવત્ હોય છે જ્યારે ગોળમાં કેલશ્યિમ , ફોસ્ફરસ , લોહ , તાંબુ વગેરે પૂરતા પ્રમાણમાં રહેલાં છે

ગોળનું જુદાં જુદાં દ્રવ્યો સાથે સેવન કરવાથી તે જુદાં જુદાં પરિણામ આપે છે . આદું સાથે લેવાથી ગોળ કફને મટાડે છે , હરડે સાથે લેવાથી તે પિત્તનો નાશ કરે છે અને સૂંઠ સાથે લેવાથી વાયુ અને વાયુના સર્વવિકારોને મટાડે છે . સરખા ભાગે ગોળ અને સૂંઠની ઘીમાં નાની નાની લાડુડી બનાવી , તેનું સેવન કરવાથી શિયાળા અને ચોમાસામાં તે વાયુનો નાશ કરી ભૂખ લગાડે છે . તેમજ શિયાળાની ભારે ઠંડીમાં પણ શરદીથી બચાવે છે.

શ્વાસ – દમના રોગમાં ગોળનો એક સરળ , ઘરગથ્થુ ઉપચાર આ પ્રમાણે કરી શકાય . પાંચથી દસ ગ્રામ ગોળ અને એટલું જ સરસવનું તેલ લઈ , બંનેને મિશ્ર કરી રોજ સવારે તેનું સેવન કરવું . સતત ત્રણ સપ્તાહ આ ઉપચાર કરવો . શ્વાસ , શરદીમાં અવશ્ય લાભ થશે . શિયાળામાં ગોળ અને આમળાનું નિત્ય સેવન કરવું ઘણું હિતકારી છે . અડધી ચમચી આમળાનું ચૂર્ણ થોડા ગોળ સાથે રોજ સવારે લેવાથી બળ – વીર્યની વૃદ્ધિ થાય છે . થાક , બળતરા અને મૂત્રનો અવરોધ દૂર થાય છે . હેમંત , શિશિર અને વર્ષા ઋતુમાં ગોળનું સેવન કરી શકાય , પરંતુ વસંત ઋતુમાં ગોળ ન ખાવો જોઈએ . પિત્તના રોગોમાં ગોળ બિલકુલ ન ખાવો જોઈએ . મેદવૃદ્ધિ , ચામડીના રોગો , દાંતના રોગો , ડાયાબિટીસ , તાવ , શરદી , મંદાગ્નિ વગેરેમાં પણ ગોળનું સેવન ન કરવું જોઈએ . જી

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *