શરદી-ખાંસી, તાવ અને વાયરલ ઇન્ફેકશનથી દૂર રહી ઑક્સીજન લેવલ વધારવા કપૂરની પોટલી બનાવીને સૂંઘવી. પોટલી બનાવવા માટે કપૂરની એક ગોળી, એક ચમચી રાઈ, અડધી ચમચી મીઠુ, 2-3 લવિંગ અને અડધી ચમચી અજમાની પોટલી બનાવીને સુંઘો. શ્વાસોશ્વાસ યોગ્ય કરવા રોજ રાઈ-મીઠુ પાણીમાં નાંખી ઉકાળી નાસ લેવો.

દિવસમાં બે વખત 15 મિનિટ સુધી પ્રાણાયમ કરવા જોઈએ. સાથે જ બે વખત ઊંધા સૂઈને ઊંડા શ્વાસ લેવા જોઈએ. જેથી ઓક્સિજન લેવલ વધે છે. સવાર-સાંજ રોજ વોકિંગ અને વ્યાયામ કરવા જોઈએ.ઓકિસજન લેવલ વધે તેવી કોઈ દવા નથી આવતી. શરદી-ઉધરસ,ખાંસી અને તાવના દર્દીને વધુમાં વધુ ઊંધું સૂવું જોઈએ. તેનાથી તેના ફેફસાં વધુ ખૂલે, જેનાથી ઓક્સિજનનું લેવલ સચવાય અને વધે છે. સાથે જ શ્વાસ લેવામાં મુશ્કેલી ઓછી પડે.

નાકમાં અને ગળામાં ગયેલા વાઇરસ બહાર કઢવા માટે ખુબજ અસરકારક ઉપચાર છે લીંબુના ટીપાં, જેમાં લીંબુના રસના બે-બે ટીપા તમારા નાકમાં નાખવા છે. રસના ટીપા જેવા તમે નાકમાં નાખશો એટલે તે મોઢામાં આવશે. જેને થૂંકી નાખવાનું છે. આ રસને કારણે તમને તરત છીંક આવશે. બાદમાં નાકમાંથી કફનો પ્રવાહ વહેવા લાગશે. આ પ્રવાહની સાથે વાયરસ નીકળી જશે.

નાકમાં બળતરા થાય તો નાળિયેરનું તેલ લગાવવાનું છે. આથી તમારા નાકની બળતરા બંધ થઇ જશે. વધેલા લીંબુનો રસ કાઢી તેમાં હળદર અને મીઠું નાખી તેના કોગળા કરવાના છે. જેનાથી તમારા મોઢાની આસપાસ વાયરસ હશે તો દૂર થઇ જશે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *