જો કોઈને કલ્પવૃક્ષ કહેવું આ હોય તો તે છે આપણો ‘ લીમડો ‘ .શાસ્ત્રીય ઉપચારોની જેમ લીમડાના ઘરગથ્થુ ઉપચારો પણ અગણિત છે . વળી લીમડો સર્વને માટે કલ્યાણકારી પણ છે . આયુર્વેદમાં એટલે તેને ‘ સર્વતોભદ્ર ’ નામ આપવામાં આવ્યું છે . લીમડાનું આ ચૈત્ર મહિનામાં વિશેષ મહત્ત્વ છે . ચૈત્ર મહિનામાં લીમડો પીવાનું માહાભ્ય આપણા પૂર્વજોએ સ્થાપ્યું હતું . જે આજે ધીમે ધીમે ઓસરતું જાય છે . ચૈત્ર મહિના પહેલાં તેને ફૂલો ( મોર ) આવવા લાગે છે .

આયુર્વેદીય મતે સ્વાદમાં લીમડો કડવો અને તૂરો , પચવામાં હળવો , ઠંડો , વણ – ઘાની શુદ્ધિ કરનાર અને હૃદય માટે હિતકારી છે . તે કફ , સોજો , પિત્ત , ઊલટી , કૃમિ , હૃદયની બળતરા , કોઢ , થાક , અરુચિ , રક્તના વિકારો , તાવ અને ઉધરસને મટાડનાર છે . લીંબોળીનું તેલ કડવું તથા ગરમ હોય છે . તે હરસ – મસા , વણ , કૃમિ , વાયુ , કોઢ , રક્તના વિકારો અને તાવને મટાડે છે .

આપણા પ્રાચીન ઋષિ – મુનિઓએ આપણને એક નિયમ આપ્યો છે . ચૈત્ર મહિનામાં પવિત્ર મનથી લીમડાનાં કુમળાં પાન અને ફૂલ ( મોર ) નું મરી , હિંગ , સિંધવ , જીરું , અજમો , આમલી અને ગોળ મેળવીને સવારે અવશ્ય સેવન કરવું જોઈએ . આ મહિનામાં લીમડાના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આખું વર્ષ શરીર નિરોગી રહે છે . એક વ્યક્તિ ૩૦-૪૦ મિલિી , માત્રામાં આ રસ લઈ શકે . સમયગાળો પ , ૭ અથવા ૯ દિવસ . પુરુષો માટે અધિક માત્રામાં તેનું સેવન હિતાવહ નથી .

વણ – ઘા , ગુમડા , ચાંદી , સડો વગેરે ચામડીના રોગ માટે લીમડાનું તેલ ઉત્તમ ઔષધ છે . ૧૦૦ ગ્રામ લીમડાનાં પાન લઈ તેને લસોટીને ચટણી – પેસ્ટ જેવું બનાવી લેવું . પછી એ ચટણીની નાનીનાની ટીકડીઓ બનાવી , ૨00 ગ્રામ તલના તેલમાં તળવી . ટીકડીઓ લાલ રંગની થઈ જાય એટલે તેલ ઉતારીને ગાળી લેવું . આ તેલમાં ઘાને સ્વચ્છ કરી રૂઝ લાવવાનો ઉત્તમ ગુણ છે . નહીં રુઝાતા ઘાને લીમડાનાં પાનના ઉકાળાથી સ્વચ્છ કરીને આ તેલવાળું રૂનું પોતું મૂકી પાટો બાંધી દેવો . થોડા દિવસોમાં રૂઝ આવી જશે .

પ્રસૂતા સ્ત્રીઓ માટે લીમડાનાં પાનનો રસ ખૂબ જ હિતકારી છે . પ્રસૂતિ પછી પહેલા દિવસથી જ સવાર સાંજ બેથી ત્રણ ચમચી લીમડાનાં પાનનો રસ આપવાથી ગર્ભાશય ઝડપથી સંકોચાઈને તેની મૂળ સ્થિતિમાં આવી જાય છે , રક્તસ્ત્રાવ થતો અટકે છે , ગર્ભાશય અને તેની આસપાસનાં અંગોનો સોજો ઊતરે તાવ આવતો અટકે છે , ભૂખ સારી લાગે છે અને ઝાડો સાફ આવે છે .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *