બદલાતી ઋતુમાં ઉધરસ એ સામાન્ય સમસ્યા છે . આ બેક્ટરિયલ અથવા વાયરલ ચેપ , એલર્જી અને શરદીનું કારણ બની શકે છે . આવા ઘણા ઉપાય આપણા ઘરના રસોડામાં છુપાયેલા છે , જે ખાંસી અને શરદી જેવા નાના – નાના રોગો મટાડે છે .
ગરમ પાણીમાં એક ચપટી મીઠું નાખી કોગળા કરવાથી ખાંસી અને શરદી દરમિયાન પણ ખૂબ રાહત મળે છે . ઠંડા પાણી , મસાલેદાર ખોરાક વગેરે ખાવાથી બચવું .
અડધી ચમચી મધમાં એક ચપટી એલચી પાવડર અને થોડા ટીપાં લીંબુનો રસ ઉમેરીને દિવસમાં બે વાર પીવો . શક્ય તેટલું ગરમ પાણી પીવો . આ ગળામાં કફ ખોલશે .
10 ગ્રામ મેથીદાણા , 15 ગ્રામ કાળા મરી , 50 ગ્રામ ખડી સાકર બધાને દળીને મિક્સ કરો . રાત્રે એક ચમચી ગરમ દૂધ સાથે ખાવાથી ખાંસી , લાળ , શરદી અને કબજિયાતમાં ફાયદાકારક છે .
શરદી – તાવ અને વાયરલ ઇન્ફકશન વખતે ખોરાકમાં ધ્યાનમાં રાખવાની બાબત : વ્યક્તિ શરદી તથા ઉધરસ થી પીડાતી હોય ત્યારે ડુંગળી નો રસ , આદુ નો રસ , લીંબુ નો રસ , મધ વગેરે ને એક સરખા ભાગે લઈ તેનું મિશ્રણ દિવસ માં ત્રણ વખત લઈ શકાય છે . હુફાળા પાણી માં તુલસી , આદુ , હળદર તથા મીઠું ઉમેરીને લેવું જોઈએ
અરડૂસીનો રસ શરદી ઉધરસની તકલીફ માં રાહત આપે છે . સવારે ગંઠોડા અને મધ નું સેવન તથા આદુ નો રસ અને મધ નું સેવન અસરકારક નીવડે છે . એક ચમચી મધ , ચપટીક તજ નો ભૂકો , આદુ ને હુંફાળા પાણીમાં લઈ શકાય છે .
થોડી હિંગ શેકી , તેને ગરમ પાણીમાં મેળવી , પીવાથી ઉધરસ મટે છે . દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે . લસણની કળીઓને થોડી વાટી , પોટલી બનાવી , તેની સુંઘવાથી મોટી ઉધરસ – કફ મટે છે . લસણનો ૨૦ થી ૨૫ ટીપાં રસ શરબતમાં મેળવી દિવસમાં ચાર ચાર કલાકને અંતરે પીવાથી મોટી ઉધરસ મટે છે . દાડમની છાલનો ટુકડો મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે .
Thank you for reading this post, don't forget to subscribe!