સામગ્રી
- દોઢ કપ બેસન
- અડચી ચમચી અજમો
- 10-12 ક્રશ કરેલી લસણની કળી
- 1 ચમચી લાલ મરચું પાઉડર
- સ્વાદાનુંસાર મીઠું
- કણક બાંધવા માટે પાણી
- એક મોટી ચમચી તેલ મોણ માટે
- 1/4 ચમચી હળદર
- ચપટી હિંગ
- ચપટી સોડા
- ગાંઠિયા તળવા માટે તેલ
લસણીયા ગાંઠિયા બનાવવાની રીત
સૌ પ્રથમ એક બાઉલમાં બેસનનો લોટ લો. હવે તેમાં અજમો,ક્રશ કરેલી લસણની કળી, લાલ મરચું પાઉડર, હળદર, હિંગ અને સોડા ઉમેરીને બરાબર રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેને તેલનું મોણ આપી થોડું-થોડું પાણી ઉમેરીને રોટલીના લોટ જેવો સોફ્ટ લોટ બાંધી લો.હવે ગાંઠિયા પાડવાના સંચાને અને તેની જાળીને તેલથી ગ્રીસ કરી લો, જેથી ચણાનો લોટ તેમાં ચોંટી નહીં.
આ સંચામાં ગાંઠિયાનો લોટ ભરી દો અને તળવા માટે તેલ ગરમ થવા મૂકી દો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ગાંઠિયા પાડીને તે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળાવા દો. ગાંઠિયા તળાય જાય એટલે તેને ચા સાથે સર્વ કરો. આ ગાંઠિયાને એરટાઈટ ડબ્બામાં મુકીને તમે તેને સ્ટોર પણ કરી શકો છો. જેથી કરી ને તેને બહાર ની હવા ના લાગે જો તે વધુ પડતા બહાર ની હવાના સંપર્ક માં આવી જશે તો તેને હવાટ લાગી જશે માટે તેને એર ટાઈટ ડબ્બા માં મુકો.
આ રેસિપી પણ વાંચો:
સોજીનાa લાડું અને કોપરાની લાડુળી બનાવવા માટેની રેસિપી ફોટા પર ક્લિક કરી વાંચોસોજીના લાડું
ગુવાર-ઢોકળીનું શાક બનાવવા માટેની રેસિપી વાંચવાં ફોટા પર ક્લિક કરો
ઉનાળામાં ઇન્સ્ટન્ટ ઘરે જ બનાવો તરબૂચ નુ જ્યુસ ફટાફટ અહી ક્લિક કરીને જાણી લો રેસિપી
હવે ઘરેજ બનાવો બહાર જેવા જ લસણીયા ગાંઠિયા, તે પણ સાવ સરળ રેસિપી સાથે
Thank you for reading this post, don't forget to subscribe!
[…] તેને ઝડપથી બનાવવાની રેસિપી જાણો હવે ઘરેજ બનાવો બહાર જેવા જ લસણીયા ગાંઠ… આ વસ્તુ ઢીલી ત્વચાને કડક કરશે, […]