ગોટલાને તોડ્યા વગર બનાવો કેરીની ગોટલી નો મુખવાસ

સામગ્રી:

  • કેરીના ગોટલા
  • ૨ ચમચી ઘી
  • ૧/૪ ચમચી સંચળ પાઉડર

બનાવવાની રીત

સૌ પ્રથમ કેરીનાં ગોટલાને પાણીથી ધોઈ લો. ગોટલા ને ધોયા પછી ૪-૫ દિવસ તડકામાં સૂકવી રાખો. ગોટલા સુકાઈ જાય એટલે તેને એક કુકર મા નાખી ગોટલા ડૂબે એટલું પાણી એડ કરી ધીમા ધીમા ગેસ પર ૭-૮ કૂકરની સીટી થાય ત્યાં સુધી બાફવા દો.

બધી ગોટલી બફાઈ જાય એટલે ગોટલી ને છરીની મદદ થી કાપી તેના નાના નાના ટુકડા કરી દો. અહિયાં નાના જ ટુકડાં કરવાં જેથી સુકાવામાં વધુ ટાઇમ ન લાગે. તમે ગોટલી ને મોટાં હોલવારી ખમણીની મદદ થી પણ તેને છીણી શકો છો. છીણેલી ગોટલી નો મુખવાસ પણ ટેસ્ટ માં સારો લાગે છે. હવે આ ગોટલી ને ૨-૩ દિવસ સુધી તડકામાં સુકાવા રાખી દો.

હવે ગોટલી સુકાઈ જાય પછી તેને 2 ચમચી ઘી ગરમ કરી તેમા ગોટલી સેકી લો. ગોટલી ધીમા તાપે સેકવા ની છે સેકાઈ જાય પછી તેમા સંચળ ભેળવીને એક એરટાઈટ ડબ્બા માં ભરી લો તો તૈયાર છે ગોટલી મુખવાસ.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment