કબજિયાત એટલે લાંબો સમય રાહ જોયા ક બાદ , શ્રમપૂર્વક કઠણ મળ ઊતરવો તે . મળ ઊતરવાની બે ઘટનાઓ વચ્ચેનો સમય વ્યક્તિગત રીતે અલગ અલગ હોય છે , એટલે દિવસોના આધારે નહીં પણ મળના સ્વરૂપના આધારે કબજિયાતની વ્યાખ્યા નક્કી થાય છે . ટૂંકમાં કહીએ તો કઠણ મળ ઊતરે એને કબજિયાત , કહેવાય છે , આ હકીકતને ઊલટાવીને રજૂ કરીએ તો બાળક બીજા , ત્રીજા કે પાંચમા દિવસે ઝાડો કરે તેને કોઈ શારીરિક ફરિયાદ ન હોય અને તે ઝાડો લાપસી જેવો પોચો હોય તો તેને કબજિયાત કહેવાય નહીં .

કબજિયાત થવાના કારણો અને ઉપાય

ટેવ :નાના બાળકો રમતમાં મશગૂલ હોય ત્યારે કે સંકોચને કારણે કુદરતી હાજતને રોકી રાખે છે . તેઓની આ કુટેવને કારણે જે મળનો નિકાલ થવો જોઈએ તે મળ આંતરડામાં જમા થાય છે અને સુકાઈ જાય છે . અને આ રીતે કબજિયાત ઊભી થાય . છે . માતાએ બાળકને ઝાડો કરવાની ઈચ્છાને રોકી ન રાખે એવી સમજણ આપવી જોઈએ .

આહારની માત્રા

ગુજરાતીમાં એમ કહી શકાય કે જે ઝાઝું ખાય એ વારંવાર ઝાડો કરવા જાય . આ હકીકતને ઊલટાવીને રજૂ કરીએ તો એમ કહી શકાય કે , ભૂખ્યાને ઝાડો ઓછો થાય . બાળક સ્તનપાન કરવામાં ભૂખ્યું રહેતું હોય , ગરીબી અથવા અન્ય કારણોથી તેને પર્યાપ્ત આહાર મળતો ન હોય તો તેને કબજિયાત થાય એ સહજ ગણાય .

આહારનો પ્રકાર

આપણા શાકાહારી આહાર બે પ્રકારના હોય છે . બાજરો ખાનારનો મળ કઠણ અને ઘઉં ખાનારનો મળ નરમ બને છે . ઘઉંમાં બાજરાની સરખામણીએ રેસા અધિક હોય છે તેને કારણે મળ નરમ બને છે . મેદો , બેડ , પાંઉ અને બિસ્કિટ જેવો આહાર આરોગતું બાળક રેસાયુક્ત અન્ય આહારથી વંચિત રહે છે અને તેને કબજિયાત થાય છે .

લીલા શાકભાજીના બંધારણમાં રેસા હોય છે . ગુવારની શિંગમાં રેસા , પાલકનાં પાંદડાંઓમાં રેસા , વાલોર , ચોળીની શિંગમાં પણ રેસાઓની જાળી હોય છે . આવો રેસાયુક્ત આહાર આંતરડાના છેડા સુધી પહોંચે તો પણ તેમાંના રેસાનું પાચન થતું નથી , તે અખંડ સ્વરૂપે આતરડામાં આગળ વધે છે અને આ પ્રક્રિયા દરમિયાન આંતરડામાંથી પાણીનું શોષણ કરી પલાળેલ શેવ જેવા પોચાં બને છે . એટલે તેનો મળ પણ નરમ બને છે . આવાં જ કારણોથી માત્ર દૂધ ઉપર ઊછરતાં બાળકોનો ઝાડો કઠણ હોય છે , કારણ કે દૂધમાં રેસા હોતા નથી . બાળકના સમતોલ આહારમાં રેસાયુક્ત લીલાં શાકભાજી અવશ્ય હોવાં જોઈએ .

અપૂરતું પાણી

કઠણ વસ્તુને નરમ બનાવવા પાણી જોઈએ એ રીતે મળને નરમ બનાવવા આતરડામાં પાણી હોવું જોઈએ . આ વાસ્તવિક્તા માતાએ સમજવી જોઈએ અને બાળક ન માંગે તો પણ તેને પાણી પીવા કહેવું જોઈએ .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *