શિયાળામાં બાળકોની શરદી દૂર કરવા માટે આ રીતે ઘરે જ ઉકાળો બનાવવો

બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ નબળી હોય છે, તેથી તેઓને ઠંડીમાં શરદી થઇ જાઈ છે. જ્યારે પણ બાળકોને શરદી થાય ત્યારે તમારે દવા આપવી ન હોઈ તો આ કિસ્સામાં ફક્ત ઘરેલું ટીપ્સનો ઉપયોગ થાય છે.કોરોના આવ્યા પછી ઉકાળા પીવાની પ્રથામાં નોંધપાત્ર વધારો થયો છે.

બાળકોને શરદી અને ખાંસીથી બચાવવા માટે આ ઉકાળો બનાવવા માટે તમારે ૧/૨ કપ પાણી, તુલસીના ૧૦ પાન, અડધા લીંબુ નો રસ , એક ચમચી મધ, ૭-૮ મરી, એક ચપટી અજમો , એક ચપટી હળદર અને અડધો ઇંચ જેટલું આદુ ,સ્વાદ મુજબ મીઠુ.

કેવી રીતે ઉકાળો બનાવો

પહેલા એક તપેલી લો અને ગેસ પર મૂકો. હવે તેમાં ૧/૨ કપ પાણી નાખો અને ઉકાળો.ત્યારબાદ આ પાણીમાં તુલસી ના પાન,હળદર, અજમો , આદુ, મીઠુ અને કાળા મરી નાંખો(અજમો અને કાળા મરી થોડા ખાંડી ને નાખવા). પાણીને ઢાંકીને 5 મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દો.જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે ગેસ બંધ કરો.

ગેસ બંધ કર્યા પછી ઉકાળા ને થોડો ઠંડો થવા દો.પછી પાણીને ગાળી લેવું .હવે આ પાણીમાં લીંબુ નાંખો.

ઉકાળા ના ફાયદા

આ ઉકાળોમાં વપરાયેલી દરેક વસ્તુ બાળકની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તે શ્વસન સંબંધી વિકારથી પણ રાહત આપી શકે છે. તે ગળાના દુખાવાની સમસ્યાને પણ દૂર કરે છે.

કેવી રીતે ઉકાળો પીવો

દિવસમાં બે કે ત્રણ વખત ૧ થી ૨ ચમચી આ ઉકાળો બાળકને આપો. ધ્યાનમાં રાખો કે ઉકાળો ગરમ ન હોવો જોઈએ નહીં તો બાળકનું મોં બળી શકે છે. આ ઉકાળો ફક્ત એક વર્ષથી ઉપરના બાળકોને જ આપવાનો છે.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment