બદામ:

પલાળેલી બદામ ખાવાથી આંખની રોશની અને મગજ તેજ થાય છે. આ સાથે જ દરરોજ 3થી 5 પલાળેલી બદામનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે રક્ષણ મેળવી શકાય છે.

વરીયાળી:

વરિયાળીને પલાળીને ખાવાથી અથવા તેનું પાણી પીવાથી યુરિનની તકલીફથી બચી શકાય છે. આટલું જ નહીં પલાળેલી વરિયાળી ખાવાથી પાચન વ્યવસ્થિત થાય છે. વરિયાળી ખાવાથી આંખની રોશની તેજ થાય છે.

સુકી દ્રાક્ષ:

સુકી દ્રાક્ષમાં મેગ્નેશિયમ, પોટેશિયન અને આયર્નનો ભંડાર છે. ઘણા ઓછા લોકો જાણે છે કે, સુકી દ્રાક્ષ ને નિયમિત પલાળીને ખાવાથી કેન્સરની કોશિકાઓની વૃદ્ધિ નથી થતી. જો તમે એનિમિયા અને કેન્સેરની સમસ્યાથી ઝઝૂમતા હોય તો દરરોજ કિસમિસ નું સેવન કરવાથી ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે. જે લોકોને બ્લડ પ્રેસેર ની તકલીફ હોય તેને દરરોજ પલાળેલી કિસમિસનું સેવન કરવું જોઈએ.

અળસી :

અળસીમાં ઓમેગા-3 ભરપૂર માત્રામાં હોય છે. અળસીને ફેટી એસિડનો એકમાત્ર શાકાહારી સ્ત્રોત માનવામાં આવે છે. દરરોજ અળસીને પલાળીને ખાવાથી શરીરમાંથી કોલેસ્ટ્રોલ ઘટે છે. જેના કારણે હાર્ટ અને શરીર બંને સ્વસ્થ રહે છે

ફણગાવેલા મગ:

ફણગાવેલા મગમાં પ્રોટીન, ફાઈબર અને વિટામિન બી ભરપુર માત્રામાં હોય છે. ફળગાવેલા મગ ખાવાથી કબજિયાત અને ગેસ ની સમસ્યા નથી રહેતી.હાઈ બ્લડ પ્રેસેર ના દર્દીઓએ ફણગાવેલા મગનું દરરોજ સેવન કરવું જોઈએ.

મેથી:

મેથીના દાણામાં પણ ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે કબજિયાત દૂર કરીને આંતરડાને સાફ કરે છે. આટલું જ નહીં મેથીના દાણા નું સેવન કરવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે. મેથીના દાણાને પલાળીને ખાવાથી મહિલાઓને પીરિયડ દરમિયાન જે દર્દ થાય છે તે પણ ઓછું થઇ જાય છે. મેથીનું નિયમિત સેવન કરવાથી કમરનો દુખાવો દૂર થાય છે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *