આ યુર્વેદમાં અનેક ઔષધોના ગુણધર્મનું નિરૂપણ થયેલું છે . એમાં કેટલાંક વિશેષ ઔષધોમાં અશ્વગંધાની ગણતરી કરી શકાય . આ અશ્વગંધાનો પાચન પ્રણાલી અને વાતનાડી સંસ્થાન એટલે કે નર્વસ સિસ્ટમ પર ઉત્તમ પ્રભાવ પડે છે . જેમનું વજન વગર કારણે વધતું ન હોય , જેઓ દૂબળા – પાતળા રહેતા હોય , તેમણે નિયમિત અશ્વગંધાનો ઉપયોગ કરવો જોઈએ . એ માટે વાચકોને ઉપયોગી થાય એવા એક ઘરગથ્થુ ઉપચારનું અહીં નિરૂપણ કર્યુંછે.

એક ગ્લાસ જેટલા ભેંસના દૂધમાં એટલું જ પાણી નાખી તેમાં એક ચમચી જેટલું અશ્વગંધાનું ચૂર્ણ નાંખી તેને ધીમા તાપે ઉકાળવું . નાખેલું પાણી ઉકળતા ઉકળતા બળી જાય અને એક ગ્લાસ જેટલું માત્ર દૂધ બાકી રહે ત્યારે તેને ઉતારી ઠંડું પાડી પી જવું . સવારે કે સાંજે કોઈ પણ સમયે નિયમિત રીતે આ અશ્વગંધાયુક્ત દૂધનું સેવન કરવાથી ધીમેધીમે વજન વધારી શકાય છે . જેમને અશ્વગંધાવાળું દૂધ ન ભાવે તેમણે તેમાં થોડી સાકર અથવા મધ અને એલચી નાંખી ઉપયોગ કરવો

આ અશ્વગંધાના મૂળમાં “ સોમ્નીફેરીન ’ નામનું એક કડવું ક્ષારીય તત્ત્વ રહેલું છે . જેનો ગુણ ‘ સંમોહન ” એટલે કે “ નિદ્રાજનક ” છે . જેમને ઊંઘ ન આવતી હોય અથવા થોડી આવતી હોય તેમના માટે અશ્વગંધા ફાયદાકારક છે અને અન્ય નિદ્રાજનક ઔષધોની જેમ તેની કોઈ વિપરીત અસર થતી નથી . અશ્વગંધાના ઉપયોગથી મૂત્રોત્સર્ગ ક્રિયા યોગ્ય પ્રમાણમાં થાય છે . તેનો એક ગુણ ‘ હૃદ’ પણ છે . હૃદનો અર્થ થાય હૃદયનું બળ વધારનાર . જેમનું હૃદય મોટું કે પહોળું થઈ ગયું હોય એટલે કે એન્લાર્જમેન્ટ ઓફ હાર્ટ’ની તકલીફ હોય તેમણે અશ્વગંધાનો ઉપયોગ કરવો જોઈએ

અશ્વગંધાને રસાયન અને વાજીકરણ પણ ગણાવ્યું છે . આયુર્વેદીય મતે ‘ રસાયન’ઔષધો જીવનશક્તિ વધારનાર ગણાવાય છે . જ્યારે ‘ વાજી કરણ ” નો અર્થ થાય છે કામશકિત વધારનાર. આ સિવાય અશ્વગંધા વાયુના રોગમાં તથા સુકાતાં જતાં બાળકો અને સ્ત્રીઓ માટે ઉપયોગી છે .

અશ્વગંધાના પ્રયોગો

પ્રસૂતા સ્ત્રીને જો સુંઠ સાથે અશ્વગંધા આપવામાં આવે તો ગર્ભાશયના દોષો બહાર આવે છે , કારણ કે આ પ્રયોગથી ગર્ભાશયનું સંકોચન થાય છે . આ પ્રયોગથી ધાવણની વૃદ્ધિ થાય છે . એટલે જે સ્ત્રીઓને ધાવણ ઓછું આવતું હોય તેમણે પણ આ પ્રયોગ કરવો . અશ્વગંધા અને ચોપચીનીનું સમભાગે બનાવેલું ચૂર્ણ પાથી અડધી ચમચી જેટલું સવારે અને રાત્રે બેથી ત્રણ ચમચી જેટલા મધ સાથે લેવામાં આવે તો રક્તવિકારો , ગૂમડાં , વણ – જખમ , જીર્ણ તાવ તથા ઠંડી ગાંઠો મટે છે .

કમર દુખતી હોય , અશક્તિ લગતી હોય , તેવી વ્યક્તિઓએ રોજ સવારે એક ચમચી અશ્વગંધાના મૂળનું ચૂર્ણ એક ગ્લાસ દૂધમાં નાખી લેવું . જરૂર મુજબ સાકર ઉમેરીને પણ પી શકાય,આમ કરવાથી ફાયદો થશે .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *