પેટના ગમે તેવા ગેસ અને એસિડિટી થી છૂટકારો મેળવવા જરૂર અપનાવવા જેવો છે આ ઈલાજ, અહી ક્લિક કરી જરૂર જાણો અને શેર કરી દરેકને જણાવો

એસીડીટી અને અપચાની સમસ્યાથી ન ફક્ત ખાટા ઓડકાર આવે છે કે પછી પેટનો દુખાવો થાય છે પણ ઘણી વખત માથુ દુખવા લાગે છે અને વોમિટિંગ પણ થાય છે. તેવામાં કેટલીક સામાન્ય બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો આવી તક્લીફ માંથી મુક્તિ મળી શકે છે.ખાઇને તરત સૂવાની ટેવ હોય તો તરત જ તેનાંથી દૂર રહો. જમ્યા બાદ ચાલવાની ટેવ પાડો. આપની જમ્યા બાદ ચાલવાની ટેવ પાડશો તો ન ફક્ત એસીડીટી અને અપચાની સમસ્યાનું નિવારણ નહીં આવે પણ સાથે સાથે પેટ પર જામતી ચરબીનાં થ પણ ઘટશે.

હિંગ

ગેસ થાય ત્યારે હિંગવાળું પાણી પીવાથી આરામ મળે છે. આપણા પૂર્વજો એટલે જ શાક-દાળ વગેરેમાં હિંગનો વઘાર કરવાની આપણને ટેવ પાડી છે. પરંતુ હવે આપણે સ્વાદ માટે થઈને આ બધું ભૂલતા જઈએ છીએ જેથી તકલીફો ઊભી થાય છે. એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચપટી હિંગ મેળવો અને દિવસમાં બે-ત્રણ વાર તે પીવો. તમને ટૂંક સમયમાં આરામ મળશે. જો હિંગવાળું પાણી ન ફાવે તો હિંગમાં થોડું પાણી મેળવી તેની ચટણી તૈયાર કરો. પેટ પર તેને ઘસીને લગાડી દો. થોડી વાર સૂઈ જાવ. તમારી પેટની તકલીફ છૂમંતર થઈ જશે.

જીરું

આંતરડાંમાં એકઠો થયેલો મળ સડવાથી કે બીજા કોઈ પણ કારણસર વાયુનો પ્રકોપ થવાથી પેટમાં શૂળ જેવો દુખાવો થાય છે. જીરું તીખું અને દુર્ગંધનાશક હોવાથી એ વાયુનો પ્રકોપ શાંત કરે છે. ઉદરમાં વાયુનો જેમને ભરાવો થયો હોય તેમને જીરું અને હરડેનું સમભાગ ચૂર્ણ કરી સવાર-સાંજ અડધીથી એક ચમચી સહેજ નવશેકા પાણી સાથે લેવું. મળ અને વાયુની શુદ્ધિ થવાથી ઉદરશૂળ મટી જશે. ઉપરાંત જેમને કબજિયાત રહેતી હોય અને મળમાં ખૂબ જ દુર્ગંધ આવતી હોય એમને માટે પણ આ ઉપચાર લાભદાયી છે.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment