ચામાં અજમાના પાન અને ફુદીનો નાંખી ઉકાળીને પીવાથી ખાંસીમાં રાહત મળે છે. અજમો અને લસણને સરસવના તેલમાં પકવી , તે તેલની માલિશ કરવાથી શરીરના દુ:ખાવા મટી જાય  છે. અજમો, તુલસીના પાનનું ચૂર્ણ અને સૂંઠનું ચૂર્ણ સમાન ભાગે લઈ તેમાં મધ નાખીને પીવાથી તાવ આવતો હોય તો તેમાં રાહત મળે છે.

ભોજન પછી અથવા તો બીજા કારણોસર શ્વાસોશ્વાસમાં અને મોઢામાંથી દુર્ગંધ આવવાની સમસ્યા હોય છે ત્યારે  1 થી 2 અજમાના પાનને  ચાવીને ખાઈ શકાય છે. અજમો તીક્ષ્ણ, ઉષ્ણ, હલકો, જમવામાં રુચિ ઉત્પન્ન કરનાર, જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, કડવો, તીખો, પિત્ત વધારનાર, આફરો મટાડનાર, વાયુ અને કફના રોગો મટાડનાર, શૂળ, મસા, કૃમિ, ઊલટી, ઝાડા, યકૃતના રોગોને મટાડનાર છે.

કોલેરાની શરૂઆત થતાં જ જો અજમાનો ઉપયોગ  કરવામાં આવે તો સારું  પરિણામ મળે છે. અજમાંને ચાવીને ખાવાથી તે મોઢા ને ફ્રેશ કરે છે  અને  મોઢા ની અંદર રહેલા હાનિકારક કીટાણું દૂર કરશે અને પેઢાને મજબૂત કરવામાં મદદરૂપ થાય છે. અજમાને સારી રીતે પાણીથી ધોઈને સૂકવી પછી તેને એક સ્વચ્છ કાચના પાત્રમાં શીશી કે બરણીમાં ભરી અજમો ડૂબી જાય એ રીતે તેમાં લીંબુનો રસ ભરી દેવો અને પછી આ બરણી કે શીશીને તડકામાં ખુલ્લી મૂકી રાખવી.

જે સ્ત્રીઓને માસિક ધર્મમાં દુખાવો થતો હોય તેમણે ચાર ચમચી અજમો અને ૨ ચમચી સિંધવ  ખાંડીને તેને મિશ્ર કરી અડધી ચમચી ત્રણ વાર રોજ ખાય જવું. જો માસિક ધર્મ સંબંધિત ગડબડ હોય તો ૨-૨ ચમચી અજમો અને બે કપ પાણીમાં ગોળ નાખી ઉકાળી પાણી અડધું ઉકળી જાય પછી તેને ગાળીને માસિક ધર્મ આવવાના લગભગ એક સપ્તાહ પહેલાં સવાર-સાંજ ગરમ ગરમ પીવાથી માસિક ધર્મ વખતે થતી ગડબડ ને દૂર કરી શકાય છે.

તલના તેલમાં 1 ચમચી લસણ અને 2 ચમચી અજમાને પીસી ઠંડુ થવા પર તેનું એક ટીપું કાનમાં નાખવાથી કાનના દુખાવામાં આરામ મળે છે. સાથે જ, તેનાથી કાનની સફાઈ પણ થાય છે. અજમો અને જીરાની એક ચમચીની માત્રામાં થોડો આદુનો પાવડર મિક્સ કરીને રોજ સેવન કરવાથી પાચન યોગ્ય રીતે થાય  છે. તેની સાથે અજમો એસિડિટીની સમસ્યાને પણ દૂર કરવામાં મદદરૂપ બને  છે.

એસિડિટી, ઉલટી અને પેટની બળતરાની સમસ્યા હોય તો એક ચમચી અજમો, અડધી ચમચી સિંધવ અને મરી ભેગા કરી તેને ખાંડી રોજ  અડધી ચમચી ત્રણ વાર ગરમ પાણી સાથે પીવું જોઈએ. અજમાના ફુલ લેવાથી આંતરડામાં થતી કૃમિ ની વૃદ્ધિ અટકે છે.અજમો ગર્ભવતી સ્ત્રીને ખવડાવવાથી તેની પાચનક્રિયા બળવાન બને છે અજમો ખાવાથી તાવ મા રાહત મળે છે  અને ધાવણ વધારે પેદા થાય છે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *