શરીરમાં કેલ્શિયમની ક્યારેય નહીં થાય ઉણપ અને હાડકા બનશે મજબૂત આટલું ખાવાનું રાખશો તો નહિ ખાવી પડે કેલ્શિયમની ગોળીઓ

આજ સુધી ના કેલ્શિયમ સ્ત્રોત તરીકે ડેરી પ્રોડ્કટસનું જ નામ સાંભળ્યું હશે, પરંતુ કેટલાક લોકો દૂધ અને ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરતા નથી જે કેલ્શિયમના પ્રાથમિક સ્ત્રોત હોય છે. ડેરી પ્રોડક્ટ્સ ઉપરાંત કેલ્શિયમના ઘણા બધા શ્રેષ્ઠ વિકલ્પ પણ છે. કેલ્શિયમ સ્વસ્થ હાડકાં અને દાંત માટે મહત્ત્વપૂર્ણ હોય છે. કેલ્શિયમની ઊણપથી સાંધાના દુખાવા અને હાડકાં નબળાં પડી શકે છે.

કેલ્શિયમનો રેગ્યુલર ખોરાક જરૂરી

કેલ્શિયમના સ્થિર સ્તરને જાળવી રાખવા માટે કેલ્શિયમને મોટાભાગે લોહી મારફતે શરીરમાં લઇ જવામાં આવે છે અને એટલા માટે હાડકાને નબળા થતા અને ઑસ્ટિયોપોરોસિસ જેવી પરિસ્થિતિઓથી બચાવવા માટે કેલ્શિયમનો રેગ્યુલર ખોરાક જરૂરી હોય છે.

કેલ્શિયમ નો મુખ્ય ઉપયોગ હાડકાને મજબૂત બનાવે છે. કેલ્શિયમ મળે તેવી વસ્તુઓ ખોરાકમાં લેવી જોઈએ. ખાસ કરીને નાના બાળકોને કેલ્શિયમની કમી જોવાં મળે છે. તેથી હાડકા નબળા અને વિકાસ પણ અટકી જાય છે. શરીરની તંદુરસ્તી જાળવવા માટે કેલ્શિયમ ખૂબ જ આવશ્યક છે. મોટી ઉંમરના લોકો મા પણ આજ ખામી સર્જાય છે તેથી ડોક્ટર ની સલાહથી કેલ્શિયમની ગોળીઓ લેવી પડે છે.તો આજે તેના માટે ભોજનમાંથી મળતા કેલ્શિયમના સ્ત્રોત વિશે જાણીશું.

સોયાબીન

100 ગ્રામ સોયાબીન ડાયેટ કેલ્શિયમનું 27 ટકા દૈનિક મૂલ્ય આપે છે. સોયાબીનનો લોટ, ટોફૂ, ટેમ્પેહ, સોયાદૂધ, સોયાબીન તેલ અથવા સોયા ચંક્સ જેવા અલગ-અલગ સોયા ઉત્પાદ ઉપલબ્ધ છે. સોયા દૂધ વિશેષ રીતે ચા, કૉફી અથવા સ્મૂધી માટે ડેરી પ્રોડક્ટ્સ દૂધનો એક ઉપયોગી વિકલ્પ બની શકે છે.

દુધ

દૂધ એ કેલ્શિયમ નો મુખ્ય સ્ત્રોત છે ભેંસ,બકરી,ગાય વગેરેનું દૂધ પીવાથી પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે. હાડકાની તમામ બીમારી વાળા વ્યક્તિ એ દૂધનું સેવન કરવું હિતાવહ છે. તેમાં હળદર મિક્સ કરીને પીવાથી અન્ય રોગોમાં ફાયદો થાય છે. રોજ સવારે ભોજનમાં દહીં ખાવું અનિવાર્ય છે તેનાથી પૂરતી માત્રા માં કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન બી અને B12 મેળવી શકાય છે.

કાળા તલ

શરીર માટે ખુબજ ફાયદાકારક એવા કાળા તલ અને સફેદ તલ. શિયાળામાં કાળા તલ નું કચરીયું ખૂબ ફાયદો કરે છે. તે પેટને સાફ કરે છે અને તેલની માલિશ પણ ખૂબ ફાયદો કરે છે. ચામડીના તમામ રોગો અને હાડકા મજબુત કરવામાં બહુ ફાયદાકારક છે. પાંદડા વાળા શાકભાજી જેવા કે પાલકમાંથી ભરપુર માત્રા માં કેલ્શિયમ મળી રહે છે.

ચણા

ચણાના 100 ગ્રામમાં લગભગ 105 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. ચણા શાકાહારી પ્રોટીનના સૌથી સારા સ્ત્રોતમાંથી એક છે અને આયર્ન, કૉપર, ફૉલેટ, અને ફૉસ્ફરસથી પણ ભરપૂત હોય છે, જે તેને એક પરિપૂર્ણ શાકાહારી સુપરફૂડ બનાવે છે. ચણાને બાફીને અથવા સૂપ, સલાડના રૂપમાં સેવન કરી શકો છો અથવા તો ગ્રેવી સાથે ચણાનું સેવન કરી શકો છો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment