આજકાલ લોકો મસાલા અને બીજા ઘણીબધી વસ્તુમાં જાયફળ નો ઉપયોગ થાય છે. તેનો ખાસ કરીને મીઠાઈઓમાં ઉપયોગ કરવામાં આવે છે. જાયફળ તીખું, ઉષ્ણ, ભોજન પર રુચિ ઉતપન્ન કરનાર, કફ અને વાયુ નો નાશ કરનાર તથા મળ ને રોકનાર છે. તે મોંઢા નુ બેસ્વાદપનું, મળ ની દુર્ગંધ, ઉલટી, ઉધરસ, ઉબકા અને કૃમિ માં ખૂબ ફાયદો કરે છે. તરત ઊંઘ લાવનાર અને મૈથુનશક્તિ વધારનારૂ છે.

જાવંત્રી એ લીલાં જાયફળના કોચલાની સૂકવેલી પતરી છે. જાયફળ પાકે ત્યારે તેની ઉપરની છાલ ફાટી જાય છે અને અંદરના બીને વીંટાઈ રહેલ લાલ જર્દ રંગની જાળીદાર છાલ નજરે પડે છે. તે છાલને જ જાવંત્રી કહે છે. જાવંત્રી મસાલામાં વપરાય છે. તેમાંથી સુગંધી તેલ પણ નીકળે છે.  જાવંત્રી હલકી, મધુર, તીખી અને રુચિ વધારનાર છે. તે ખાંસી, દમ, ઉલટી, કફ અને કૃમિ તથા વિષનો નાશ કરનાર છે.

જ્યારે કમર અને માથાનો સતત દુખાવો હોય ત્યારે જાયફળ ને પાણી અથવા દારૂમાં ઘસી ને લગાવાથી દુખાવો મટે છે. જે લોકોબે ઊંઘ ન આવતી હોય તેવા લોકોએ જાયફળ અને પીપરિમૂળ ને દૂધ સાથે અડધા કલાક પહેલાં પીવાથી ઊંઘ સારી આવે છે. જો નાના બાળકો ને શરદી થાય ત્યારે જાયફળ અને સુંઠ નું ચૂર્ણ મધ સાથે આપવાથી શરદી મટે છે

પેટ માં ગેસ ભરાય,અપચો થાય,ઝાડો થાય નહીં ત્યારે લીંબુના રસમાં જાયફળ ઘસીને તેમાં થોડું પાણી નાખી ગેસ છૂટો પડે છે અને ઝાડો થાય છે. ચહેરા પરના ખીલ અને કાળા ડાઘ દૂર કરવા માટે જાયફળને દૂધમાં ઘસીને લગાવાથી રોનક આવે છે. ઝાડા સાથે પેટમાં દુખાવો થતો હોય તો જાયફળ, જીરું, અજમો વગેરે નું ચુર્ણ બનાવી લેવાથી ખૂબ ફાયદો થાય છે પરંતુ ગર્ભિણી અને રક્તસ્તાવ રોગવાળા એ આ ન લેવું જોઇએ તથા વધુ પડતા ઝાડ થતા હોય અને અતિસાર હોય ત્યારે જાયફળ ને શેકીને ખાવાથી ખૂબ ફાયદો થાય છે.

જે લોકો ને સાંધામાં ખુબજ દુઃખાવા રહેતા હોય તેવા લોકો એ જાવંત્રી નું મસાજ કરવું જોઇએ. જે લોકોને ખુબજ પાણી જેવા એટલે કે પાતળા ઝાડા થાય ત્યારે શેકેલા જાયફળ ને સૂંઠ અને મધ સાથે ખુબ ફાયદો કરે છે. તથા તેના ઉપર છાસ પીવી જોઈએ. જે લોકોને ખાવાનું ન ભાવતું હોય, અરુચિ હોય, બેસ્વાદ લાગતું હોય તો શેકેલા જાયફળ ને કારા મરી,આદુના રસ ને મધ સાથે લેવાથી અરુચિ દૂર થાય છે. હૂંફાળા દૂધની સાથે અડધી ચમચી જાયફળ નાખીને પીવાથી સારી ઊંઘ આવે છે અને દિવસ ભરનો થાક દૂર થાય છે. જાયફળ નો ઉપયોગ રસોઈમાં કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

જાયફળને મધ અને દૂધમાં ઘસીને લગાવાથી ચહેરો સુંદર બને છે અને ચામડી પર રોનક આવે છે. તેનો રોજ ઉપયોગ કરવાથી વાત,પીત,ગેસ વગેરે માં ખુબજ ફાયદો થાય છે. ટૂથપેસ્ટમાં જાયફળ ઉમેરવામાં આવે છે તેથી ગમેતેવો દાંત નો દુખાવો દૂર થાય છે અને દાંત ની કોઈપણ તકલીફ માંથી રાહત મળે છે. જાયફળનું બારીક ચૂર્ણ બનાવી સરસવના તેલ સાથે ઘસવાથી શરીરના બધાજ દુખવા મટે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *