ચણા મેથી કાચી કેરીનું અથાણું બનાવવાની રીત

નમસ્તે મિત્રો અત્યારે અથાણા ની સીઝન ચાલે છે તો આથાનું ઘરે જરૂર બનાવજો બીજી વખત પણ બનાવવાનું કેશે

  1. 1 કપ દેશી ચણા
  2. 1 મેથી દાણા
  3. 250 ગ્રામ કાચી કેરીનું છીણ
  4. 250 ગ્રામ તેલ
  5. જરૂર મુજબ હળદર મીઠાવાળું કેરી નું ખાટું પાણી
  6. અથાણાનો મસાલો બનાવવા માટે:
  7. 150 ગ્રામ રાઇ ના કુરિયા
  8. 100 ગ્રામ મેથીના કુરિયા
  9. 1 આખું લાલ મરચું
  10. 250 ગ્રામ કાશ્મીરી મરચું
  11. 125 ગ્રામ મીઠું
  12. 1 ચમચી હળદર પાઉડર
  13. 1 ચમચી હિંગ
  14. 1 મોટો ચમચો તેલ

દેશી ચણા અને આખી મેથી ને બેથી ત્રણ વખત ધોઈને છ થી સાત કલાક માટે પાણીમાં પલાળી રાખો. પછી ચારણી કાઢી લો. પછી તેને મીઠા હળદરવાળા કાચી કેરીના ખાટા પાણીમાં આઠથી દસ કલાક માટે તેને પલાળી રાખો.

હવે તેને ફરીવાર ચારણીમાં નીતારી લો. અને કપડામાં પહોળા કરી ને 3 થી 4 કલાક માટે ખુલ્લા રહેવા દો. (ચણા મેથી ને પંખા નીચે કે પછી તડકામાં સૂકવવા નહીં) અથાણાનો મસાલો બનાવવા માટે:
એક પહોળા વાસણમાં સૌથી બહારની બાજુ મીઠું પછી રાઈના કુરિયા તેની વચ્ચે મેથીના કુરિયા મુકવા. મેથીના કુરિયા ની વચ્ચે ખાડો કરી તેમાં હિંગ મૂકો. હવે એક વઘારીયા માં તેલ નવશેકું ગરમ કરીને તેમાં એક આખું લાલ મરચું ઉમેરી ને તેને હિંગ માં ઉમેરો અને સૌથી પહેલા મેથીના કુરિયા પછી રાઈના કુરિયા તેમાં ભેળવો. હવે તે સહેજ ઠંડું પડે એટલે તેમાં લાલ મરચુ અને હળદર ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. હવે તૈયાર કરેલા અથાણાના મસાલામાં કાચી કેરીનું છીણ તથા આથેલા ને કોરા કરેલા ચણાને મેથી ઉમેરીને બરાબર મિક્સ કરો અથાણામાં ઉમેરવાનું તેલ ગરમ કરીને ઠંડું પાડી દેવ હવે એક બરણીમાં તૈયાર કરેલ અથાણું કેરી અથાણું ડૂબે તેટલું તેલ ઉમેરી દેવું. છ – સાત દિવસમાં આ અથાણું સરસ રીતે અથાઈ જશે. પછી જરૂર હોય તો પછી બીજું તેલ ઉમેરો. આ અથાણું બાર મહિના સુધી સાચવી શકાય છે. અને તેને ઉપયોગમાં લઇ શકાય છે. તો તૈયાર છે સરસ મજાનું ચટાકેદાર એવું ચણા અને મેથીનું અથાણું સર્વ કરવા માટે.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment