ચહેરો સુંદર હોવાની સાથે સાથે ગરદન પણ આકર્ષક દેખાવી જરૂરી છે . તો જ લુક સારો દેખાય છે . વધતી ઉંમરની અસર માત્ર ચહેરા સુધી જ સીમિત નથી હોતી , તે ગરદન પર પણ જોવા મળે છે . ગળા પરના રિકલ્સને ઘટાડવા માટે અહીં જણાવેલી ટિપ્સને અપનાવશો તો જરૂરથી ફાયદો થશે .

એકસ્ફોલિયેશન જરૂરી છે

એસ્ફોલિયેશન માત્ર એક ભાગ માટે જ નહીં , પરંતુ આખા શરીર માટે જરૂરી છે . એક્સફોલિયેશનની મદદથી ગળાની ડેડ સ્કિન પરથી ગંદકી દૂર કરવામાં મદદ મળે છે . આમ કરવાથી ગરદનનો રંગ ઝાંખો પડી જાય છે . તમે ઇચ્છો તો ઘરે એસ્ફોલિયેશન માસ્ક પણ બનાવી શકો છો . આવું ૨-૩ મિનિટ અને અઠવાડિયામાં બે વાર કરો . ત્યાર બાદ ત્વચા પ્રમાણે મોઇશ્ચરાઇઝર લગાવો .

એન્ટિ – એજિંગ સીરમ લગાવો

ગળા પરની કરચલીઓ ઓછી કરવા માટે રાત્રે સૂતા પહેલા એન્ટી એજિંગ સીરમનો ઉપયોગ કરો . રાત્રે ગરદન પર સીરમથી મસાજ કરો . રેટિનોલ , વિટામિન – સી અથવા નિયાસિગ્નાઇડ સારા એન્ટિ – એજિંગ સીરમ છે , જે તમારી ગરદનની ત્વચાને નવજીવન આપવામાં મદદ કરી શકે છે . તમારા નાઇટ કેર રૂટિનમાં ગળાના મસાજને શામેલ કરો . આને લગાવવાથી તમે ગળાને કરચલીઓ – મુક્ત બનાવી શકો છો .

સનસ્ક્રીનને અવગણશો નહીં

સનસ્ક્રીન માત્ર ચહેરા પર જ નહીં , પરંતુ ગરદન પર પણ લગાવો . હંમેશા SPF૩૦ સનસ્ક્રીન ખરીદો . તેનાથી કરચલીઓ , ટેનિંગ ,સૂર્યના ડાઘ દૂર રહે છે . તેને ગળાની આગળ અને પાછળ લગાવો .

ગરદન પર મસાજ કરો

રૂટિનમાં નેક મસાજનો સમાવેશ કરો . અઠવાડિયામાં બેથી ત્રણ વખત ગરદન પર તેલની માલિશ કરો . કેમોલી , નારિયેળ અને બદામના તેલથી જ મસાજ કરો . તેલ લગાવ્યા પછી હાથથી ઉપરની તરફ મસાજ કરો , આ તમારી ગરદનને નરમ અને હાઇડ્રેટેડ રાખશે . તડકાના કારણે ગરદન કાળી પડી ગઈ હોય તો ફુદીનાનું તેલ તેનો રંગ સાફ કરવામાં મદદ કરે છે . આ તેલથી ગરદન પર મસાજ કરો , કારણ કે તેનાથી જ્ઞાનતંતુઓને આરામ મળે છે .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *