ઉનાળાની સિઝન શરૂ થઇ ગઇ છે , હવે મોટાભાગના લોકોનાં ઘરોમાં બહુ તીખા , તળેલા ખાદ્યપદાર્થો બનવાના બંધ થઇ ગયા હશે , તેને બદલે રસદાર ફૂટ્સ લાવવાની શરૂઆત થઇ ચૂકી હશે . ઉનાળો આવે એટલે સાદો ખોરાક ખાવાની પણ ભાગ્યે જ ઇચ્છા થતી હોય છે , તેને બદલે ઠંડા જ્યુસ , આઇસક્રીમ વગેરે ખાવાનું મન થાય છે . આ સમય દરમિયાન શરીરને ડીહાઇડ્રેશનની સમસ્યા સૌથી વધારે થતી હોય છે . જો સહેજ પાણી ઓછું પીવાય તો મોઢામાં શોષ પડવા લાગે , યુરિનમાં બળતરાનો અનુભવ થાય , ગરમી વધારે લાગે અને ડીહાઈડ્રેશનની સમસ્યા વધી જાય તો વ્યક્તિ ચક્કર ખાઈને પડી પણ જતી હોય છે માટે શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જરૂરી બની જતું હોય છે .

તે માટે વોટર ઇન્ટેક ખૂબ આવશ્યક છે . વોટર ઇન્ટેક માટે પાણીની સાથે સાથે રસવાળાં ફળ ખાવાં પણ જરૂરી છે . રસવાળાં ફળોમાં ઉનાળાની સિઝનનો સૌથી શ્રેષ્ઠ ઓપ્શન તરબૂચ છે , તરબૂચ ભરીને યોગ્ય માત્રામાં પાણી પૂરું પાડે છે . તરબૂચને પોટેશિયમનો સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે જે શરીરને ઘણી રીતે સ્વસ્થ રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે . તે છે લેક્ટ્રોલાઇટ ફંક્શનને જાળવવામાં મદદ કરે છે .

હૃદયને સ્વસ્થ રાખવાની સાથે તે હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે . જોકે , વધારે પ્રમાણમાં પોટેશિયમ હદયની સમસ્યાઓમાં પરિણમી શકે છે જેમ કે , અનિયમિત ધબકારા વગેરે માટે તેને યોગ્ય માત્રામાં જ ખાવું . તરબૂચમાં પુષ્કળ પાણી અને ફઇબર જોવા મળે છે , પરંતુ તેને વધારે પડતું ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે . તરબૂચમાં સોબિટોલ નામનું સુગર કમ્પાઉન્ડ હોય છે , જે ડાયેરિયા , પેટનું ફૂલવું , ગેસ જેવી પાચક સમસ્યાઓનું કારણ બની શકે છે .

જ્યારે તમારા શરીરમાં પાણીની માત્રા વધારે આવે છે ત્યારે ઓવર – ડિહાઇ ડ્રેશનની સ્થિતિ બની શકે છે . તરબૂચનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી શરીરમાં પાણીનું સ્તર વધી શકે છે . જો શરીરમાંથી પાણી સમયસર નીકળે નહીં તો તેને કારણે પગમાં સોજો , નબળી કિડની અને અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે .

તરબૂચ ખાવાનું શરીર માટે હાનિકારક નથી , પરંતુ તેનું વધારે પ્રમાણ કોઈ પણ વ્યક્તિ માટે નુકસાનકારક હોઈ શકે છે . તેથી તરબુચ મર્યાદિત માત્રામાં ખાઓ જેથી તમે સ્વસ્થ અને હાઇડ્રેટેડ રહો .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *