થાઇરોઇડની સમસ્યા કોઇ પણ માટે મોટી પરેશાની ખડી કરનાર છે , આ સમસ્યામાંથી છુટકારો મેળવવો અઘરો હોય છે . પહેલાં એવું બનતું કે ભાગ્યે જ કોઇને આ સમસ્યા હોય અને તે પણ અમુક ઉંમર બાદ થાય . હવે આ સમસ્યા મોટી ઉંમરે નહીં પણ નાની ઉંમરે પણ થતી જોવા મળે છે , થાઇરોઇડની સમસ્યા થાય એટલે દવા તો અલબત્ત લેવી જ પડે છે , પણ સાથે સાથે જો અમુક ઘરેલું ઉપાય અજમાવવામાં આવે તો આ સમસ્યામાં ઘણી રાહત મળે છે .

આદુ

થાઈરોઇડથી રાહત મેળવવા માટે આદુંનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે . આદુમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ નામનાં તત્ત્વો હોય છે , તે થાઇરોઇડ ની સમસ્યાને ઓછી કરવાનું કામ કરે છે . વળી આદું દરેક ઘરમાં સરળતાથી મળતું હોય છે જેમાં એન્ટિ ઈફ્લેમેટરી ગુણ હોય છે , જે થાઇરોઇડને વધતો રોકે છે . તે તેની કાર્યપ્રણાલી પણ સુધારે છે તેથી થાઇરોઇડથી છુટકારો મેળવવો હોય તો રોજ આદુંનું સેવન કરવું . તમે આદુનું પાણી પી શકો છો , મતલબ કે ગરમ પાણીમાં આદું , લીંબુ અને મીઠું મિક્સ કરીને પી શકાય , તેમજ આદુંના કટકા કરીને તેની ઉપર થોડું સંચળ છાંટીને ખાવું . આમ કરવાથી થાઇરોઇડની સમસ્યામાં રાહત મળશે તેમજ પાચનશક્તિ પણ મજબૂત બનશે .

અળસી

અળસીના દાણા સ્વાથ્ય માટે લાભદાયી છે . અળસીના દાણા ફેટી એસિડથી ભરપૂર હોય છે , જે થાઇરોઇડની સમસ્યા માટે ગુણકારી ગણવામાં આવે છે , અળસીને હાર્ટ માટે પણ ગુણકારી ગણવામાં આવે છે . તેમાં રહેલું મેગ્નેશિયમ અને વિટામિન બી ૧૨ હાઈપોથાઈરાઇડિઝમ સામે લડી થાઈરોઇડથી છુટકારો મેળવી આપે છે . શરીરને થાઇરોઇડથી બચાવવું હોય તો અળસીનો ડાયટમાં સમાવેશ કરવો જોઇએ . અળસી હાર્ટની તકલીફ કે થાઈરોઇડની સમસ્યામાં રાહત અપાવે છે .

ડેરી પ્રોડક્ટસ

થાઇરોઇડ માટે ડેરી પ્રોડર્સ લાભદાયી બની રહે છે . જેમ કે , દૂધ અને દહીં . તે સિવાય તમે પનીર , ચીઝ વગેરેનો સમાવેશ પણ કરી શકો છો , પરંતુ જો વજન વધવાની સમસ્યા નડતી હોય તો દૂધ અને દહીંનું સેવન તો ચોક્કસ કરવું જોઇએ . વિજ્ઞાન કહે છે કે જેને થાઇરોઇડની સમસ્યા હોય તેણે દૂધ અને દહીં જેટલું બને તેટલું વધારે ખાવું જોઈએ , કારણ કે તેમાં રહેલાં કેલ્શિયમ , મિનરલ્સ અને વિટામિન્સ થાઇરોઇડ સામે શરીરનું રક્ષણ કરે છે .

નાળિયેરનું તેલ

નાળિયેરનું તેલ માત્ર વાળ માટે જ નહીં પણ થાઇરોઇડ માટે પણ ખૂબ ગુણકારી છે . તેમાં ફેટી એસિડ હોય છે , જે થાઇરોઇડ ગ્રંથિ સારી રીતે કામ કરે તેમાં મદદરૂપ થાય છે . તેમાં મેટાબોલિઝમને મજબૂત બનાવવાના ગુણ સમાયેલા હોય છે , તેથી તેના સેવનથી થાઇરોઇડની સમસ્યા દૂર થાય છે .

મુલેઠી

મુલેઠી એક આયુર્વેદિક ઔષધ છે , તેમાં રહેલાં તત્ત્વ થાઇરોઇડમાં તો રાહત આપે જ છે સાથે સાથે તેનાથી લાગતા થાકને પણ દૂર કરે છે .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *