સૂકા મેવામાં ઘણાં લોકોને બદામ ભાવતી હોય તો ઘણાંને કાજુ પ્રિય હોય , વળી ઘણાં અખરોટ ખાવાનું પસંદ કરતા હોય પણ કિસમિસ એવો સૂકો મેવો છે કે જે લગભગ દરેક વ્યક્તિને ભાવતી જ હોય . નાના હોય કે મોટા દરેકને કિસમિસ ભાવતી જ હોય છે . તેનો ખાટોમીઠો સ્વાદ બધાને પસંદ હોય છે . કિસમિસ એટલે કે સૂકી દ્રાક્ષ જેટલી સ્વાદિષ્ટ હોય છે તેટલી જ ગુણકારી પણ છે . તે સૂકી ખાવામાં જેટલી ગુણિયલ છે તેટલી જ તેને પાણીમાં પલાળીને તેનું પાણી પીવું લાભદાયી છે . હાર્ટ , કિડની , લિવર , પેટની ગરમી વગેરે ઘણી તકલીફમાં કિસમિસ અકસીર છે . તો ચાલો જાણી લઇએ તેના લાભ વિશે .

લિવરને હેલ્થી રાખવા માટે

કિસમિસને રાત્રે પલાળીને સવારે તેનું પાણી પીવાથી લિવર સાફ રહે છે , લિવરનો કચરો દૂર થાય છે , કારણ કે તેની અંદર ઘણાં વિટામિન અને મિનરલ્સ હોય છે , તેથી તેના સેવનથી શરીરમાં રહેલા ટોક્સિન મતલબ કે શરીરનો કચરો દૂર થાય છે . શરીરના ટોક્સિન દૂર થવાથી શરીરની અંદર રહેલાં અંગો સાફ થાય છે અને તે વધારે કાર્યરત બને છે . લિવરનું પણ એવું જ છે . લિવરનો કચરો દૂર થવાથી તે હેલ્દી બનશે .

રેડ બ્લડ સેલ્સ માટે લાભદાયી

જો તમે રોજ કિસમિસના પાણીનું સેવન કરશો તો તેનાથી રેડ બ્લડ સેલ્સ પણ હેલ્દી રહે છે . તેની અંદર રહેલું આયર્ન અને કોપર રેડ બ્લડ સેલ્સને હેલ્દી રાખવાની સાથે નવા રેડ બ્લડ સેલ્સ ડેવલપ કરવાનું કામ પણ કરે છે . તેનાથી એનિમિયા પણ દૂર થાય છે .

હાર્ટને રાખે તંદુરસ્ત

કિસમિસના સેવનથી અને તેનું પાણી પીવાથી શરીરમાં ચારે તરફ ફરતા લોહીનું પરિભ્રમણ વધારે સ્વસ્થ બને છે . તેનાથી લોહીની નળીઓમાં જમા થતો કોલેસ્ટેરોલ પણ દૂર થાય છે અને રોજિંદા જીવનમાં તેનું સેવન કરવાથી લોહીની નળીઓમાં કોલેસ્ટેરોલ જમા જ નથી થતો . આ કારણે હાર્ટ તો સ્વસ્થ રહે જ છે સાથે સાથે સ્ટ્રોક , હાઇ બી . પી અને હાર્ટ એટેક જેવી તકલીફ થી પણ તમે બચી શકો છો .

એસિડિટી માટે ગુણકારી

પેટની ગરમી હોય ,પેટમાં એસિડનું લેવલ વધી જવાને કારણે પેટમાં બળતરાની તકલીફ હોય , અવારનવાર કંઈ પણ ખાવાથી કે ટેન્શન લેવાથી પેટની અંદર એસિડનું પ્રમાણ વધી જતાં એસિડિટી થતી હોય તેમજ ખોરાકનું પાચન ન થતું હોય ત્યારે કિસમિસને પાણીમાં પલાળીને તેનું સેવન કરવાથી આ તમામ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે . તેની અંદર પોટેશિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોવાને કારણે આ સમસ્યામાંથી છુટકારો મળે છે .

એનર્જી વધારનાર

કિસમિસના સેવનથી શરીરને ઊર્જા મળી રહે છે , તેથી તેનું સેવન કરવાથી શરીર સ્કૂર્તિદાયક બની જાય છે . ખાસ કરીને જ્યારે ડાયટ કરતાં હોવ ત્યારે ચોક્કસ તેનું સેવન કરવું જોઇએ , તેનાથી ભૂખ સંતોષાય છે અને વજન પણ નથી વધતું . કિસમિસનું પાણી હંમેશાં સવારે જ પીવું જોઇએ . રાત્રે બે વાટકા પાણીમાં સો ગ્રામ જેટલી કિસમિસ પલાળીને સવારે તે પાણી પી પણ ખાઇ શકો છો . ભૂખ્યા સેવન કરવું જોઇએ .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *