સામગ્રી
- ૨ કપ સૂકા વટાણા
- ૧ કપ બાફેલા બટાટા
- ૧/૨ કપ સમારેલા ટામેટાં
- ૧ ડુંગળી ઝીણી સમારેલી
- ૨ લીલા મરચાં
- ચપટી હીંગ
- ૧/૨ ચમચી જીરુ
- ૧/૨ ચમચી હળદર
- ૨ ચમચી લાલ મરચું
- ૨ ચમચી ધાણાજીરું
- ૧ ચમચી ગરમ મસાલો
- ૧/૨ લીંબુ
- કોથમીર સમારેલી
- મીઠું સ્વાદ મુજબ
- ૧ ચમચો તેલ
- મીઠી ચટણી
- તીખી (લીલી) ચટણી
- લસણ ની ચટણી
- ઝીણી સેવ અથવા ઝીણા ગાંઠીયા
બનાવાની રીત :
પહેલા ૨ કપ સૂકા વટાણા ને ૫-૬ કલાક સુધી પલાળી રાખવા. ત્યારબાદ તેને કૂકર માંબાફી લેવા.
હવે એક નોન સ્ટીક પેનમાં ૧ ચમચો તેલ ગરમ કરવા મૂકો, તેમા ૧/૨ ચમચી જીરુ,સમારેલા લીલા મરચાં, ચપટી હીંગ નાખી ૧/૨ કપ સમારેલા ટામેટાં નાખવા.
હવે તેમા ૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી હળદર, ૨ ચમચી ધાણાજીરું, ૧ ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ મુજબ ઉમેરી બરાબર હલાવવું.
હવે તેમા બાફેલા વટાણા અને ૧ કપ બાફેલા બટાકા એકદમ ઝીણા સમારી ને નાખો અને બરાબર હલાવો , ત્યારબાદ તેમાં ૨ કપ પાણી નાખીને થોડી વાર ધીમા તાપે ઉકાળવા દો.
હવે તેમા લીંબુ નો રસ નાખી ગેસ બંધ કરી દો તો આપણું ઉસળ તૈયાર છે, હવે તેને એક બાઉલ માં કાઢી લો.
હવે ઉસળ ને ગાર્નીસ કરીશું, થોડી સમારેલી ડુંગળી, સમારેલા ટામેટાં,મીઠી ચટણી, લીલી (તીખી) ચટણી,લસણની ચટણી , કોથમીર અને ઉપર થી થોડી ઝીણી સેવ નાખો અથવા ઝીણા ગાંઠીયા નાખવા.હવે ગરમા ગરમ પીરસો રગડા જેવું જ સેવ ઉસળ.
જો અમારી રેસીપી તમને પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ .
Related Article
આ રીતે નાના બાળકો માટે બનાવો સ્વીટ કોર્ન સ્ટફ્ડ અપ્પે
આ સરળ રેસિપીથી ઘરે જ બનાવો સેઝવાન સોસ અને બહાર ના સોસ ને કરો બાય બાય
ટ્રેડિશનલ ફાડા લાપસી બનાવવાની પરફેક્ટ માપ સાથેની રેસિપી આ રહી જાણો ક્લીક કરીને
અડવીના પાનના પાત્રા બનાવવાની સૌથી સરળ અને પરફેક્ટ રેસિપી
Thank you for reading this post, don't forget to subscribe!