શરીરને તંદુરસ્ત રાખવું હોય તો શરીરને પોષ્ટિક તેમજ ગુણકારી ખોરાક આપવો પડે . શરીરને જે ખોરાક ખાવાથી લાભ થાય તેવો ખોરાક આપવો જોઇએ . જેમ કે , ફળ , તાજા અને લીલાં શાકભાજી , કઠોળ , દૂધ , સૂકો મેવો વગેરે . હાલનો સમય એવો ચાલી રહ્યો છે કે જેટલો હેલ્દી ખોરાક લેવાય તેટલું આપણી તંદુરસ્તી માટે સારું રહેશે .

આપણે વિટામિન સી યુક્ત ખાટાં ફળો વિશે જાણીએ છીએ . તે શરીર માટે લાભદાયી છે જ સાથે સાથે બીજાં પણ એવા ઘણાં ફળ છે કે જે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ તો વધે જ છે સાથે સાથે બીજાં પણ અનેક ફાયદાઓ થાય છે જેમ કે , દાડમ .

દાડમ શરીર માટે ખૂબ ગુણકારી છે . ખાસ કરીને જે બાળકો , યુવાનો કે વડિલોને લોહીની સમસ્યા હોય . તેમનું હેમોગ્લોબીન ઓછું હોય તો દાડમ તેમને માટે ઉત્તમ ઔષધી બની રહેશે . દાડમ શરીરમાં વહેતાં લોહીનું પ્રમાણ વધારવાનું કામ કરે છે . તે ચાવીને ખાવાથી અથવા તો તેનું જ્યુસ પીવાથી હીમોગ્લોબિનનું પ્રમાણ વધે છે . રોજ એક દાડમના દાણા કાઢીને તેને ક્રશ કરીને તેનું જ્યુસ પીવું અથવા તેને ચાવીને ખાઇ જવાં , ઘરનાં દરેક સભ્યો આ ઉપાય અજમાવી શકે છે.

દાડમ બારેમાસ મળતું ફળ છે , તેથી તમે બારેમાસ તેનું જ્યુસ પી શકો છો . તે પીવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે . તેની અંદર પણ વિટામિન સીની માત્રા સારી હોવાને કારણે અને શરીરમાં હેમોગ્લોબિનમાં વધારો કરતું હોવાને કારણે તેનું સેવન શરીરને રોગ સામે લડવા માટે મજબૂત બનાવે છે .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *