તહેવારોમાં આ રીતે ઘરે જ બનાવો નાળીયેર બર્ફી જે બાળકો અને વડીલો બધાની ફેવરીટ છે

સામગ્રી:
100 ગ્રામ સુકા નાળિયેર ખમણેલું
200 ગ્રામ માવો
200 ગ્રામ ખાંડ
5-6 એલચી પાવડર
10-15 કાતરી પિસ્તા

બનાવવાની રીત :

  • માવાને સારી રીતે શેકી લો.
  • ખાંડની ચાસણી બનાવવા માટે, એક પેનમાં 100 ગ્રામ પાણી અને ખાંડ મિક્સ કરી, તેને ગેસ પર રાખો અને 3 તારની ચાસણી બનાવો.
  • ચાસણીમાં નાળિયેરનું ખમણ નાખો અને બરાબર મિક્ષ કરો.
    હવે ઠંડો માવો અને ઈલાયચી પાવડર નાખી બરાબર મિક્ષ કરી લો.
  • એક પ્લેટને થોડું ઘી વડે ગ્રીસ કરો. હવે આ મિશ્રણને તેમાં નાખી બરાબર ફેલાવો અને ઉપર સમારેલી પિસ્તા નાંખો અને તેને વાટકી થી દબાવી દો.
  • બર્ફીને થોડી વાર માટે ઠંડુ થવા રાખી દો . 1-2 કલાક પછી, છરીની મદદથી, ચોરસ ટુકડાઓમાં કાપી નાખો.
    તૈયાર છે નાળિયેર બર્ફી. તમે તેને ફ્રિજમાં પણ રાખી શકો છો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment