જરૂરી સામગ્રી

  • ૧ કપ મેંદો
  • ૧/૨ ટીસ્પૂન યીસ્ટ
  • ૧/૨ ટીસ્પૂન સાકર
  • ૧ ટેબલસ્પૂન તાજું દહીં
  • ૧ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી
  • મીઠું  , સ્વાદાનુસાર
  • ૫ ટીસ્પૂન કાળા તલ
  • મેંદો  , વણવા માટે
  • માખણ  , ચોપડવા માટે

બનાવાની રીત

  1. એક બાઉલમાં યીસ્ટ, સાકર અને ૫ ટેબલસ્પૂન જેટલું હુંફાળું ગરમ પાણી મિક્સ કરી બાઉલને ઢાંકી ૫ થી ૭ મિનિટ માટે બાજુ પર રાખો.
  2. બીજા એક બાઉલમાં મેંદો, યીસ્ટ -સાકરનું મિશ્રણ, દહીં, પીગળેલું ઘી અને મીઠું મેળવીને તેમાં જરૂર પુરતું હુંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
  3. આ કણિકને મલમલના કપડા વડે ઢાંકી લગભગ ૩૦ મિનિટ સુધી અથવા તેની માત્રામાં થોડો ફૂલેલો દેખાય ત્યાં સુધી બાજુ પર રાખો.
  4. આ કણિકના એક સરખા નાના લુવા બનાવી લો.
  5. હવે રોટલીના વણવાના પાટલા પર દબાવીને મૂકો અને તેની પર ૧/૨ ટીસ્પૂન કાળા તલનો છંટકાવ કરી, તેને સૂકા મેંદાના લોટની મદદથી લંબગોળકારમાં વણી લો.
  6. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર નાનનો તલવાળો ભાગ નીચે રહે તે રીતે મૂકો.
  7. આમ નાનની એક બાજુ થોડી ફૂલી જાય તે પછી તેને ઉલટાવી નાખો.
  8. નાનની બીજી બાજુને પણ થોડી ફૂલી જાય ત્યાં સુધી શેકી લીધા પછી તેને સીધા તાપ પર તેની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  9. આવી રીત બાકીની બધી નાન તૈયાર કરી લો.
  10. દરેક નાન પર બ્રશ વડે થોડું માખણ લગાડી તરત જ પીરસો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *