જરૂરી સામગ્રી
- ૧ કપ મેંદો
- ૧/૨ ટીસ્પૂન યીસ્ટ
- ૧/૨ ટીસ્પૂન સાકર
- ૧ ટેબલસ્પૂન તાજું દહીં
- ૧ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી
- મીઠું , સ્વાદાનુસાર
- ૫ ટીસ્પૂન કાળા તલ
- મેંદો , વણવા માટે
- માખણ , ચોપડવા માટે
બનાવાની રીત
- એક બાઉલમાં યીસ્ટ, સાકર અને ૫ ટેબલસ્પૂન જેટલું હુંફાળું ગરમ પાણી મિક્સ કરી બાઉલને ઢાંકી ૫ થી ૭ મિનિટ માટે બાજુ પર રાખો.
- બીજા એક બાઉલમાં મેંદો, યીસ્ટ -સાકરનું મિશ્રણ, દહીં, પીગળેલું ઘી અને મીઠું મેળવીને તેમાં જરૂર પુરતું હુંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
- આ કણિકને મલમલના કપડા વડે ઢાંકી લગભગ ૩૦ મિનિટ સુધી અથવા તેની માત્રામાં થોડો ફૂલેલો દેખાય ત્યાં સુધી બાજુ પર રાખો.
- આ કણિકના એક સરખા નાના લુવા બનાવી લો.
- હવે રોટલીના વણવાના પાટલા પર દબાવીને મૂકો અને તેની પર ૧/૨ ટીસ્પૂન કાળા તલનો છંટકાવ કરી, તેને સૂકા મેંદાના લોટની મદદથી લંબગોળકારમાં વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર નાનનો તલવાળો ભાગ નીચે રહે તે રીતે મૂકો.
- આમ નાનની એક બાજુ થોડી ફૂલી જાય તે પછી તેને ઉલટાવી નાખો.
- નાનની બીજી બાજુને પણ થોડી ફૂલી જાય ત્યાં સુધી શેકી લીધા પછી તેને સીધા તાપ પર તેની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- આવી રીત બાકીની બધી નાન તૈયાર કરી લો.
- દરેક નાન પર બ્રશ વડે થોડું માખણ લગાડી તરત જ પીરસો.
Thank you for reading this post, don't forget to subscribe!