રાઇનું તેલ આરોગ્યપ્રદ ગુણધર્મોથી ભરેલું છે દાંતનો દુખાવો,ખરતા વાળ,સાંધાનો દુખાવો વગેરેમાં ઉપયોગી છે

રાઇનું તેલ ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે, તેથી તેનો ઉપયોગ રસોઈ માટે પણ થાય છે. તેની ઉષ્ણતાને લીધે શિયાળામાં તે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

રાઇના તેલની માલિશ કરવાથી શરીરના સ્નાયુઓ મજબૂત થાય છે અને લોહીનું પરિભ્રમણ પણ સુધરે છે. તે શરીરમાં હૂંફ બનાવવા માટે પણ મદદગાર છે.

રાઇના તેલમાં મીઠું મીક્સ કરી દાંતના દુખાવામાં લગાવામા ફાયદાકારક છે, સાથે જ દાંત પહેલા કરતા વધારે મજબૂત બને છે. ત્વચા સંબંધિત સમસ્યાઓમાં પણ ખૂબ ફાયદાકારક છે. તે ફૂગને શરીરના કોઈપણ ભાગમાં વધતા અટકાવે છે અને ત્વચાને સ્વસ્થ અને ચળકતી બનાવે છે.

તે વાળના મૂળને પોષણ આપે છે અને રક્ત પરિભ્રમણ વધારે છે, જેનાથી વાળ ખરતા બંધ થાય છે. તેમાં ઓલેક એસિડ અને લિનોલીક એસિડ હોય છે, જે વાળના વિકાસમાં વધારો કરવા માટે સારા છે.

ઘણા લોકો ટોનિક તરીકે રાઇના તેલનો ઉપયોગ પણ કરે છે. તે શરીરની ક્ષમતામાં વધારો કરીને શરીરની નબળાઇ દૂર કરવામાં મદદ કરે છે આ તેલની માલિશ કર્યા પછી નહાવાથી શરીર અને ત્વચા બંને સ્વસ્થ રહે છે.

ગરમ તેલની માલિશથી શુષ્ક ત્વચા પણ નરમ અને સરળ બને છે. રાઇના તેલની માલિશ કરવાથી સંધિવા અને સાંધાનો દુખાવો પણ મટે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment