આયુર્વેદમાં તકમરિયા વિશે ઉલ્લેખ જોવા મળે છે. તકમરિયાને તુલસીના છોડ જેવો છોડ હોય છે, સાથે તુલસીની મંજરીની જેમ ફૂલ અને તેમાં બીજ આવે છે, જેને તકમરિયા તરીકે આપણે ઓળખીએ છીએ. આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે તકમરિયા અનેક રોગોને મટાડે છે. તકમરિયાએ જંગલી તુલસી જાતિનો જ એક છોડ છે. ભારતમાં પ્રાચીન સમયથી જોવા મળતો આ છોડ છે જેનો વર્ષોથી ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તકમરિયાને એન્ગ્રેજીમાં બેસિલ સીડ્સ કહેવામાં આવે છે.

તકમરિયાનું ફૂલ રતાશ પડતું હોય છે. એના બીજ કાળા થાય છે, તકમરિયાના બીજનો દવા તરીકે ઉપયોગ થાય છે. જેમાં તેને આખે આખા, વાટીને, પીસીને, મધ કે પાણી સાથે ભેળવીને તેમજ તેનું તેલ કાઢીને ઉપયોગ કરવામાં આવે છે.

ઉનાળામાં તકમરિયાનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થાય છે. ઉનાળા તકમરીયાનું જ્યુસ બનાવીને પી શકાય છે. તકમરિયાના બીજને પલાળીને તેનો જ્યુસ બનાવીને પીવાથી શરીરને ઠંડક મળે છે, તેમજ લૂ પણ લાગતી નથી. તકમરિયાનું જ્યુસ પીવાથી નસકોરી ફૂટવાની સમસ્યા પણ અટકે છે.

તકમરીયાનું સરબત બનાવવાની રીત:

સામગ્રી:2 ગ્લાસ પાણી,7-8 આઈસ ક્યૂબ,4ચમચી સાકર પાઉડર,1 લીંબુનો રસ,1/2 ચમચી મરી પાઉડર,1/2 ચમચી સંચળ પાઉડર,સ્વાદાનુંસાર મીઠું,1/2 ચમચી શેકેલું જીરું પાઉડર,2 ચમચી પલાળેલા તકમરીયા

ગાર્નિશિંગ માટેઃલીંબુની સ્લાઈસ

બનાવવાની રીતઃએક બાઉલમાં પાણી લો. બાદમાં તેમાં આઈસ ક્યૂબ, સાકરનો પાઉડર, લીંબુનો રસ, મરી પાઉડર, સંચળ પાઉડર તેમજ મીઠું ઉમેરીને મિક્સ કરી લો.હવે તેમાં બ્લેન્ડર ફેરવી લો. જેથી બધી સામગ્રી પાણી સાથે સરસ રીતે ભળી જાય.હવે આ શરબતને ચારણીથી ગાળી લો. ત્યારબાદ તેમાં પલાળેલા તકમરીયા ઉમેરીને મિક્સ કરી લો. તો તૈયાર છે લીંબુનું શરબત.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *