ટેટીને સિઝનેબલ ફળ તરીકે ઓળખવામાં આવે છે . તેનું વૈજ્ઞાનિક નામ કુકુમિસ છે . ગરમીમાં ટેટીનું સેવન કરવું સ્વાથ્ય માટે ઘણું ફાયદાકારક છે , કારણ કે તેમાં પૌષ્ટિક તત્ત્વોની સાથે સાથે પાણીનો સ્ત્રોત પણ સારા પ્રમાણમાં હોય છે . ગરમીમાં તે શરીરને ડિહાઈડ્રેટ થવાથી બચાવે છે . આ ઉપરાંત બીજી અનેક રીતે શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે .

આંખોને રાખે સ્વસ્થ

ટેટી આંખની દૃષ્ટિને વધારે છે . તેમાં રહેલું વિટામિન એ આંખ માટે ઘણું ફાયદાકારક છે . આ ઉપરાંત ટેટી વધતી ઉંમરને કારણે થતો મેકુલર ડિજનરેશન ( એએમડી ) ને કારણે થતી આંખ સંબંધી સમસ્યા જેમ કે , મોતીયા જોવાની , ચોખ્ખું ન જોઈ શકવું અને અંધારામાં પણ ફાયદાકારક છે . સામાન્ય રીતે શરીરમાં લ્યુટીન અને જેક્સથિનની કમીને કારણે આ સમસ્યાઓ થતી હોય છે જે ટેટીમાંથી મળી રહે છે .

પાચનશક્તિમાં કરે છે સુધારો

પાચનશક્તિ સુધારવા માટે પણ ટેટી ઘણી લાભકારી છે . ફાઈબર પાચનતંત્રની પ્રક્રિયાને સારી બનાવે છે અને ટેટીમાં ફાઈબરનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં હોય છે , જે પાચનક્રિયાને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે . ટેટી એક ૨સાદાર ફળ છે , તેમજ ટેટી પચવામાં પણ હલકી હોય છે . આ સાથે તે શરીરને ઠંડક પણ આપે છે .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *