દરરોજ ચાલવાથી થાય છે અનેક ફાયદાઓ તો આજથી જ ચાલુ કરો સવારમાં જોગીંગ

હેલ્થ ટિપ્સ

તાજેતરમાં કરવામાં આવેલ અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે દરરોજ સવારમાં જોંગિગ હેલ્ધી અને લોંગ લાઈફ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અભ્યાસમાં આ વાત પણ સાબિત થઈ ચૂકી છે કે રોજ સવારે જોંગિગથી લાઈફમાં પાંચ વર્ષનો ઉમેરો કરી શકાય છે. યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિઓલોજીના અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે નિયમિત રીતે જોંગિંગ લાઈફમાં ઉલ્લેખનીય રીતે વધારો કરે છે.

પુરૂષોની લાઈફ પણ 6.2 વર્ષ સુધી વધી જાય છે. જ્યારે મહિલાઓની લાઈફમાં રોજ જોંગિગથી 5.6નો વધારો થાય છે. અને આવું પણ જણાવવામાં આવ્યુ છે કે સરેરાશ ગતિથિ દોડવાથી અથવા તો ધીમી ગતિથી ચાલવાથી પણ ફાયદો મળે છે. આયુષ્યને ટકાવી રાખવામાં આની મહત્વની ભૂમિકા રહી છે.

જોંગિગથી થતા ફાયદા –

જોંગિગથી ઓક્સિજન લેવાનું પણ વધી જાય છે. સાથે સાથે શરીરમાં બ્લડપ્રેશર નિયમિત રહે છે. કાર્ડિયાક કામગીરીમાં પણ સારો એવો સુધારો થાય છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. હાડકા મજબૂત બને છે.

નિયમિત પણે જોંગિગ કરનાર લોકોમાં મોતનો દર પણ ઓછો છે.

તારણોમાં જણાવવામાં આવ્યુ છે કે ભારતીય લોકો પણ આધુનિક સમયમાં જાગૃત થયા છે. કાર્ડિઓલોજીસ્ટ સોસાયટી ઓફ ઈંડિયાના પ્રમુખ ડોક્ટર અશોક શેઠે જણાવ્યુ છે કે પ્રતિ કલાક 5-6 કલાક વોકિંગથી ફાયદો થાય છે.

ડાયાબિટિસના તમામ પરિબળો પણ કસરતથી કાબુમાં આવે છે. ડાયાબિટિસ, જાડા પણું , હાઈ ટેંશનના જોખમી પરિબળોને પણ કાબુમાં લઈ શકાય છે.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a Reply